ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક ફિલ્મી કહાની જેવો મોતનો ભેદ ઉકેલતી Ahmedabad Crime Branch!

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ એક મોતનાં કેસનો ભેદ ઉકેલ્યો દેવુ થતાં આરોપી મહિલાએ સાગરીતો સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો ચોરી માટે બેભાન થવાની દવાનું ઇન્ઝેક્શન પણ લાવ્યા દવાનાં ઓવર ડોઝનાં કારણે સાગરીતનું મોત થયું આરોપી મહિલા અને અન્ય એ...
09:56 AM Oct 07, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ એક મોતનાં કેસનો ભેદ ઉકેલ્યો
  2. દેવુ થતાં આરોપી મહિલાએ સાગરીતો સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો
  3. ચોરી માટે બેભાન થવાની દવાનું ઇન્ઝેક્શન પણ લાવ્યા
  4. દવાનાં ઓવર ડોઝનાં કારણે સાગરીતનું મોત થયું
  5. આરોપી મહિલા અને અન્ય એ શવને અવાવરૂં જગ્યા પર ફેંક્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની (Ahmedabad Crime Branch) ટીમે એક ફિલ્મની કહાની જેવો મોતનો ભેદ ઉકેલી કાઢ્યો છે. રૂ. 24 લાખનું દેવું થઈ જતાં એક મહિલાએ તેના સાગરિતો સાથે મળી પાડોશીનાં ઘરમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પંરતું, ચોરી દરમિયાન એક સાગરિતનું મોત થઈ જતાં તેની લાશને અસલાલી પીરાણા રોડ (Aslali Pirana Road) પર આવેલ ખેતરમાં અવાવરૂં જગ્યામાં ફેંકી દીધી હતી. જો કે, ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ મુજબ, શાહીબાગ પોલીસને (Shahibagh Police) માહિતી મળી હતી કે, માર્ચ 2020 માં નિલેશ કાળીદાસ પરમાર નામના ગુમ થયેલ શખ્સને આંબાવાડી નજીક પરિમલ ગાર્ડન (Parimal Garden) પાસેનાં કૃષ્ણા ફ્લેટમાંથી ભારતીબેન નામની મહિલા અને પ્રવીણ દુબે તથા અન્ય બે શખ્સ દ્વારા ભેગા મળીને રિક્ષામાં નાંખી કોઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. તે સમયે નિલેશ પરમાર બેભાન અવસ્થામાં હતો. ત્યારથી નિલેશ પરમાર ગુમ હતો. આ મામલે શાહીબાગ પોલીસે કૃષ્ણા ફ્લેટ ખાતે તપાસ કરતા જાણવા મળ્યું કે ભારતીબેન નામની મહિલા અગાઉ સ્પ્રીંગવેલી ટાવરનાં (Spring Valley Apartment) પહેલા માળે રહે છે. આ સ્થળે મહિલા કોન્સ્ટેબલ દ્વારા તપાસ કરતા ભારતીબેન ત્યાં મળી આવ્યા હતા. ત્યાર બાદ ભારતીબેનને શાહીબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની કડક પૂછપરછ કરવામાં આવી હતી.

રૂ. 24 લાખનું દેવું થઈ જતાં ચોરીનો પ્લાન બનાવ્યો

ભારતીબેને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરી સમગ્ર હકીકત જણાવી હતી. ભારતીબેને પોલીસને (Ahmedabad Crime Branch) જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં તેમના પર કુલ રૂ. 24 લાખનું દેવું થયું હતું, જેમાં રૂ. 6 લાખ ફ્યુચરમેકરમાં, O-Sarthi માં રૂ. 12 લાખ અને Kaliking માં રૂ. 6 લાખનું જેટલું દેવું થયું હતું. આ દેવું ચુકાવવા માટે ભારતીબેને તેમનું સોનું મુથુડ ફાઇનાન્સમાં ગીરવે મૂક્યું હતું, જેનું વ્યાજ સતત વધી રહ્યું હતું. આથી દેવું દૂર કરવા માટે ભારતી બેને પોતાનાં ઓળખીતા પ્રવીણ દુબે સાથે મળી ડિસેમ્બર, 2019 માં સ્પ્રીંગવેલી એપાર્ટમેન્ટમાં 2 બ્લોકનાં 10 માળે રહેતા રત્નાબેનનાં ઘરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આથી, પ્રવીણ દુબએ યોગેશ ઉર્ફે ભુરાનો સંપર્ક ભારતીબેન સાથે કરાવ્યો હતો. દરમિયાન ભારતીબેન પોતાનું મકાન બદલીને આંબાવાડી (Ambawadi) ખાતે આવેલ કૃષ્ણા ફ્લેટમાં રહેવા જતાં રહ્યા હતા. ત્યાર પછી પણ યોગેશ અને ભારતીબેન અવારનવાર ફોન થકી સંપર્કમાં હતા.

આ પણ વાંચો - Valsad : સુરતનાં પરિવાર માટે ડુંગરી ગામનાં યુવાનો દેવદૂત બન્યા! મોડી રાતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

ચોરીના પ્લાન માટે બેભાન કરવાની દવા પણ લાવ્યા હતા

પોલીસ (Ahmedabad Crime Branch) તપાસ મુજબ, દરમિયાન યોગેશ ઉર્ફે ભુરો તથા ભારતીબેને પાલડી (Paldi) ભઠ્ઠા ખાતે રામજી મંદિરની સામે રહેતા ભાવીનીબેન કોઠારીનાં ઘરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ભાવીનીબેનનાં ઘરે તેમના સસરા એકલા રહેતા હોવાથી ત્યાં ચોરી કરવી સરળ હતી. આથી, ચોરી કરવા માટે યોગેશે કમલેશ સોલંકી સાથે ભારતીબેનનો સંપર્ક કરાવ્યો હતો. જ્યારે કમલેશ સોલંકીએ ચોરી કરવા માટે જિગર ઉર્ફે જીગો તથા નીલેશ પરમાર સાથે ભારતીબેનની ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ ભારતીબેનનાં ઘરે ચોરીનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન પાર પાડવા માટે ભારતીબેને પ્રવીણ દુબે પાસેથી બેભાન કરવાની MIDAZ નામની દવાની કાચની 2 ML બોટલ અને ઇન્જેકશન લીધા હતા. આ સામગ્રી ભારતીબેને તેમના ઘરે રાખી હતી. ત્યાર બાદ 12 માર્ચ, 2020 નાં રોજ નીલેશ પરમાર ભારતીબેનનાં ઘરે કૃષ્ણા ફ્લેટ ગયો હતો અને બેભાન કરવાની દવા કામ કરે છે કે નહીં ? તે જાણવા માટે જાતે જ પોતાનાં હાથમાં ઇન્જેશન થકી દવાનો ડોઝ લીધો હતો. જો કે, ડોઝ વધુ થઈ જતા નીલેશનું ત્યાં જ મોત નીપજ્યું હતું. આ અંગે ભારતીબેનને જાણ થતાં તેમણે પ્રવીણ દુબે તથા યોગેશ ઉર્ફે ભુરાને ફોનથી જાણ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad: મોટેરા વિસ્તારમાં કિરણ મોટર્સ ખાતે ગ્રાહકોએ કારની નનામી કાઢી કર્યો વિરોધ, જાણો કારણ

બેભાન થવાની દવા કામ કરે છે કે નહીં તે માટે નીલેશે જાતે ડોઝ લીધો

પ્રવીણ દુબેએ નીલેશ પરમારને ચેક કરતા તેનું મોત નીપજ્યું હોવાની જાણ થઈ હતી. આથી, સમાજમાં પોતાની બદનામી ના થાય તેમ જ પોતાનાં ઘરે કોઇને ખબર ન પડે તે માટે ભારતીબેને પ્રવીણ દુબે, યોગેશ ઉર્ફે ભુરો તથા તેના મિત્ર રાકેશ કોષ્ટી સાથે મળી નીલેશનાં મૃતદેહને રિક્ષામાં લઈ જઈ પીરાણા રોડ પર આવેલ ખેતરમાં અવાવરૂં જગ્યામાં ફેંકી દીધો હતો. આ સમગ્ર હકીકત સામે આવ્યા બાદ પોલીસે (Ahmedabad Crime Branch) વધુ તપાસ કરતા જાણ થઈ કે નવેમ્બર, 2020 દરમિયાન અસલાલી પોલીસ સ્ટેશનમાં મરણજનાર નિલેશ કાળીદાસ પરમાર અંગે CRPC કલમ 174 મુજબ અકસ્માતે મોત દાખલ છે. આથી, વધુ ખરાઈ માટે મરણજનારનો ફોટો અને શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibagh Police Station) ખાતે નોંધાયેલ ગુમ થનારનો ફોટો લઈ ભારતીબેન, પ્રવીણ દુબે, યોગેશ ઉર્ફે ભુરો તેમ જ કમલેશ સોલંકીને બતાવતા બંને ફોટો એક જ વ્યક્તિનો હોવાનું કબૂલ્યું હતું. આ મામલે ભારતીબેન, પ્રવીણકુમાર ભરતકુમાર દુબે, યોગેશ ઉર્ફે ભુરો નરેશભાઈ કોષ્ટી, કમલેશ જશવંતભાઈ સોલંકી અને રાકેશ રવિશંકર કોષ્ટી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે અન્ય આરોપી જીગર ઉર્ફે જીગો હાલમાં હત્યાનાં ગુનામાં સાબરમતી જેલમાં (Sabarmati jail) આશરે છ-સાત મહીનાથી કસ્ટડીમાં છે.

આ પણ વાંચો - Jamnagar: દિયરે પોતાની જ ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

Tags :
Ahmedabad Crime BranchAhmedabad PoliceAmbawadiAslali Pirana RoadAslali PoliceCrime NewsCrpcGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMIDAZParimal GardenSabarmati JailShahibagh PoliceShahibagh Police StationSpring Valley Apartment
Next Article