Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને ઝડપી પાડ્યો, 4 વાર પાસાની થઈ ચૂકી છે સજા
- અમદાવાદના રખિયાલમાં પોલીસ કર્મચારીઓને ધમકીનો મામલો
- પોલીસે કડવા ગેંગના મુખ્ય લીડર મોહંમદ સરવર ઉર્ફે કડવાને ઝડપ્યો
- ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કલોલ નજીકથી ઝડપ્યો
અમદાવાદનાં રખિયાલમાં પોલીસ વાનનાં કર્મચારીઓને હથિયાર બતાવી અને ધમકી આપી ભગાડી દેવા મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલ કડવા ગેંગના મુખ્ય લીડર મોહંમદ સરવર ઉર્ફે કડવાને ઝડપી લીધો છે. સમગ્ર મામલામાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલોક નજીકથી ઝડપી લીધો છે.

આરોપીને 4 વખત પાસાની સજા થઈ
18 ડિસેમ્બર 2024 ની રાતે રખિયાલમાં ઘટના બની હતી. જે ઘટના બાદ બાપુનગર પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા હતા. અગાઉ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓનાં રિકન્ટ્રક્શન સમયે મોટી જનમેદની એકઠી થઈ હતી. ઝડપાયેલા આરોપી સામે ગુજસીટોક સહિત હત્યાના પ્રયાસ, ખંડણી અને શરીર સબંધી 14 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીને 4 વાર પાસાની સજા પણ થઈ ચૂકી છે. આરોપી અત્યાર સુધી યુપી, દિલ્લી અને પંજાબમાં છુપાતો હતો.
આરોપી સામે 14 જેટલા ગુનાઓ નોંધાયેલાઃ આઈ.એન. ધાસુરા (પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ)
આ બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ આઈ.એન. ધાસુરાએ જણાવ્યું હતું કે, આ ગુનાનો મુખ્ય ગુનેગાર સરવર ઉર્ફે કડવો આ બનાવ બન્યા બાદ છેલ્લા ચારેક મહિનાથી યુપીનાં અલીગઢ, પંજાબ તેમજ દિલ્હીનાં જુદા જુદા વિસ્તારોમાં નાસતો ફરતો હતો. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કલોલથી પકડી પાડવામાં આવ્યો છે. તેમજ આરોપી રીઢો ગુનેગાર છે. આરોપી પર 14 કરતા વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી તેના વિસ્તારમાં તેના સાગરીતો સમીર ચીકના, ફઝલની સાથે મળી એક નાની ગેંગ ચલાવતો હતો અને વિસ્તારમાં પોતાનો આતંક જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે-મનીષ દોશી, ભાજપ પર આકરા વાકપ્રહાર