Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો ધ્વસ્ત! ક્રાઇમ બ્રાન્ચે ઈકો કારમાંથી 1 કિલો ડ્રગ્સ ઝડપ્યું, કિંમત ચોંકાવનારી!

અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાંચને વધુ એક મોટી કાર્યવાહી ઇકો ગાડીમાં સંતાડેલું રૂ.1 કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપ્યું પોલીસે MD ડ્રગ્સનાં જથ્થા સાથે બેની અટકાયત કરી અમદાવાદની (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ઈકો કારનાં ટાયર અને અન્ય...
ahmedabad   ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો ધ્વસ્ત  ક્રાઇમ બ્રાન્ચે ઈકો કારમાંથી 1 કિલો ડ્રગ્સ ઝડપ્યું  કિંમત ચોંકાવનારી
  1. અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાંચને વધુ એક મોટી કાર્યવાહી
  2. ઇકો ગાડીમાં સંતાડેલું રૂ.1 કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપ્યું
  3. પોલીસે MD ડ્રગ્સનાં જથ્થા સાથે બેની અટકાયત કરી

અમદાવાદની (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ઈકો કારનાં ટાયર અને અન્ય સામાનની આડમાં લાવવામાં આવતો 1 કરોડથી વધુની કિંમતનો 1 કિલો ડ્રગ્સનો (MD Drugs) જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે બે આરોપીની અટકાયત પણ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ડ્રગ્સનો જથ્થો જયપુર (Jaipur) અને રતલામ રૂટથી લાવવામાં આવતો હતો. આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -PM Modi Gujarat Visit : આ રહ્યો 'વિકાસ પુરુષ'ની ગુજરાત મુલાકાતનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ!

Advertisement

1 કરોડથી વધુની કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપાયું

રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે રાજ્ય સરકારે પોલીસ વિભાગને (Gujarat Police) ઝડપી અને આકરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આ ઝુંબેશ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરોડોની કિંમતનો ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ મુજબ, એક ઇકો કારમાં ટાયર અને અન્ય સામાનની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.

આ પણ વાંચો -Kheda : ઉત્કંઠેશ્વરથી બાયડ સુધી કાળમુખી બની આઇસર! અંબાજી જતાં પદયાત્રી, બાઇકસવારને ઉડાવ્યાં

Advertisement

MD ડ્રગ્સ લાવનાર અને મગાવનારની પોલીસે કરી અટકાયત

આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ ઇકો કારની તપાસ કરતા ટાયર અને અન્ય સામાનની આડમાં રૂ. 1 કરોડની કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ સાથે પોલીસે MD ડ્રગ્સ લાવનાર અને મગાવનારની અટકાયત પણ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ડ્રગ્સ જયપુર અને રતલામ રૂટથી (Jaipur and Ratlam route) લાવવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી આદરી છે.

આ પણ વાંચો - Surat : માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવનારા 2 ને આકરો જેલવાસ

Tags :
Advertisement

.