ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat : ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશન અંગેની PIL કોર્ટે ફગાવી

Gujarat : ડીમોલીશનની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો નથી. બીજી તરફ તંત્રએ બાંગ્લાદેશીઓના ગેરકાયદે ઘર-કારખાનાનો સફાયો પુરજોશમાં જારી રાખ્યો
12:57 PM Apr 29, 2025 IST | PARTH PANDYA
Gujarat : ડીમોલીશનની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો નથી. બીજી તરફ તંત્રએ બાંગ્લાદેશીઓના ગેરકાયદે ઘર-કારખાનાનો સફાયો પુરજોશમાં જારી રાખ્યો
featuredImage featuredImage

Gujarat : રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અમદાવાદના ચાંડોળા તળાવ વિસ્તારમાં વ્યાપક ડિમોલીશન (CHANDOLA TALAV DEMOLITION) હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે સવારથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પાર પાડવામાં આવી રહ્યું છે. અને કોઇ પણ અનિચ્છનિય ઘટના ના બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે ચંડોળા તળાવમાં ચાલતા ડિમોલીશન અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. (CORT REFUSE PIL) ડીમોલીશનની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો નથી. બીજી તરફ તંત્રએ બાંગ્લાદેશીઓના ગેરકાયદે ઘર અને કારખાનાનો સફાયો પુરજોશમાં જારી રાખ્યો છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી.  જેમાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની અને બાંગ્લાદેશીને બચાવવાનો તખ્તો નિષ્ફળ રહ્યો છે.

ચંડોળા તળાવ પર અતિક્રમણની જાણો સવિસ્તાર ટાઇમલાઇન

અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. ચંડોળા તળાવમાં તપાસ કરવા પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાન સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. જેમાં 1970 અને 1980ના દાયકામાં સ્થળાંતર અને વસાહત શરૂ થઇ હતી.

2002 પછી NGOએ 'સિયાસતનગર' નામની રાહત શિબિર બનાવી

2002 પછી NGOએ 'સિયાસતનગર' નામની રાહત શિબિર બનાવી તથા 2009માં દબાણો હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ 2009માં તંત્રએ ભૂલથી રાહત શિબિરના વિસ્તારને તોડી પાડ્યો હતો. 2010માં હુલ્લડ વળતર અરજીમાં પુનર્જનન દાખલ કરવામાં આવ્યું તથા 2011માં કોર્ટ વળતર આપવાનો આદેશ કર્યો હતો અને 2011ના આદેશમાં દબાણ હટાવવા પર કોર્ટે કોઇ ટીપ્પણી ન કરી તેમજ 2012 પછી તળાવને સુરક્ષિત રાખવા માટે નિયમિત પાણી ભરવાનું શરૂ થયું હતુ. 2010 પછીથી ચંડોળા તળાવની આસપાસ મોટાપાયે દબાણો શરૂ થયા હતા. ઘુસણખોરોને કેટલાક રાજકીય નેતાઓએ પણ મદદ કર્યાનો આરોપ છે.

અત્યારે હાલ અંદાજીત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ

અત્યારે હાલ અંદાજીત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ છે. જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘુસણખોરી થઇ છે. જેમાં 2010માં જળસંગ્રહ ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી. તથા 2024માં જળસંગ્રહ ક્ષમતા ફરી ઘટીને 7.58 લાખ ચોરસ મીટર થઇ છે. 14 વર્ષમાં 1.25 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ થયુ છે. જેમાં ચંડોળામાં દબાણનું સચોટ સત્ય - વર્ષ 2024 તળાવ A - 5,91,838.87 ચોરસ મીટર તથા તળાવ B - 51,301.27 ચોરસ મીટર, તળાવ C - 1,09,585.15 ચોરસ મીટર એટલે કુલ - 7,52,725.29 ચોરસ મીટર છે.

અમદાવાદનું મિની બાંગ્લાદેશ બની ગયું છે ચંડોળા તળાવ

અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને એની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 1200 હેક્ટર વિસ્તારને આવરે છે. ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં, પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદી રહી હતી. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી હતી કે એક સાઈકલ પણ ન જઈ શકે, . આ એ જ બંગાળીવાસ છે, જ્યાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસલમાનો વર્ષોથી રહે છે, પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે, જે પોતાને ભારતના નાગરિક ગણાવે છે. આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસમાં વર્ષોથી રહેતા મુસલમાનોને તકલીફનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યક્તિ એકલી આવી જાય તો તેની સાથે કંઈપણ થઈ શકે એવો આ વિસ્તાર છે.

આ પણ વાંચો --- Gujarat : ઘૂસણખોરો પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક, ચંડોળા તળાવ 'દબાણમુક્ત' બનશે

Tags :
AhmedabadbychadolacourtDemolitionGujaratGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshighPILrefuseTALAV