Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Arvind Kejriwal : જેલમાં રહીને સરકાર ચલાવવા પર કેજરીવાલ સામે PIL દાખલ, આજે થશે સુનાવણી

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ED ની કસ્ટડીમાં છે. ત્યારે તેમને આદેશો આપવાથી રોકવાના નિર્દેશની માંગ કરતી એક PIL દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજદાર સુરજીત સિંહ યાદવે, એડવોકેટ્સ શશી રંજન કુમાર સિંહ અને મહેશ કુમાર...
arvind kejriwal   જેલમાં રહીને સરકાર ચલાવવા પર કેજરીવાલ સામે pil દાખલ  આજે થશે સુનાવણી

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ED ની કસ્ટડીમાં છે. ત્યારે તેમને આદેશો આપવાથી રોકવાના નિર્દેશની માંગ કરતી એક PIL દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજદાર સુરજીત સિંહ યાદવે, એડવોકેટ્સ શશી રંજન કુમાર સિંહ અને મહેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એ પણ નિર્દેશ માંગ્યો હતો કે કેજરીવાલને ED કસ્ટડીમાં રહેવા દરમિયાન ટાઇપિસ્ટ, કમ્પ્યુટર પ્રિન્ટર વગેરે પ્રદાન કરવામાં ન આવે.

Advertisement

આ બાબતે તપાસ કરવા માટે કરાઈ અરજી

આ સાથે એવી પણ તપાસ ચાલી રહીં છે અને કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે નિર્દેશ માંગે છે કે પોલીસ કસ્ટડીમાં તેમના દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અથવા આદેશો દિલ્હીના મંત્રી આતિશી સુધી કેવી રીતે પહોંચ્યા? ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેજરીવાલની ધરપકડ થયા બાદ સીએમ પદેથી હટાવવાની માગં કરતી અરજી કરવામાં આવી છે. જોકે, હાઈકોર્ટ દ્વારા આ અરજીને રદ કરી દેવામાં આવી હતી.

બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે

ઉલ્લેખનીય છે કે, એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની અરજી પર બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેંચ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરશે. કેજરીવાલે તેમની ધરપકડ અને ત્યારબાદ તેમને ED કસ્ટડીમાં મોકલવાના આદેશને ગેરકાયદે ગણાવ્યો છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.

Advertisement

21 માર્ચે થઈ હતી કેજરીવાલની ધરપકડ

મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ધરપકડમાંથી વચગાળાની રાહત આપવાથી 21 માર્ચે દિલ્હી હાઈકોર્ટની મનાઈના કેટલાક કલાકો પહેલા ED એ અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. આ સાથે વાત કરવામાં આવે EDએ 22 માર્ચે કેજરીવાલને રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ અદાલતમાં રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. EDની વિનંતી પર કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચો: Lokmanya Tilak Special Train : બિહારના દાનાપુરમાં સ્પેશિયલ ટ્રેનના AC ડબ્બામાં લાગી આગ

આ પણ વાંચો: Madhya Pradesh : જેલમાં કામ શિખ્યો અને છૂટ્યાં બાદ ધંધો શરૂ કર્યો તો પોલીસે ઝડપી લીધો, જાણો કેમ?

આ પણ વાંચો: Bengaluru Water Crisis : પીવાના ફાંફા છે ત્યાં લોકો કહી રહ્યાં છે પાણીનો બગાડ, થયો એક લાખનો દંડ

Advertisement
Tags :
Advertisement

.