Ahmedabad: બાવળા અને જૂનાગઢમાં આતંકવાદી હુમલાનો લઈ વિરોધ પ્રદર્શન, કડક સજાની કરી માંગ
- પહલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ
- આતંકવાદી ઘટનાને પગલે દેશભરમાં રોષનો માહોલ
- અમદાવાદમાં બાવળા સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ
જમ્મુ- કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બાવળા સજજડ બંધ રહ્યું હતું. થોડા દિવસ પહેલા જમ્મુ- કાશ્મીરમાં પહલગામમાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. બાવળા વેપારી એસોસીયેશન અને શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ્ર બાવળા દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય
બાવળા ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને બજાર બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો હતો. બાવળા સજ્જડ બંધ પાળીને હુમલામાં મૃત્યું પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અને આતંકવાદ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનમાં જરૂરિયાત મંદ જેવા કે મેડિકલની દુકાનો, શાકભાજી અને ફ્રૂટની દુકાનો સિવાયત તમામ દુકાનો સંસ્થાઓએ બંધ પાળી વિરોધ નોધાવ્યો હતો.
દોષિતોને કડક સજા થવી જોઈએઃ ઘનશ્યામભાઈ ઠક્કર
આ બાબતે વેપારી એસોસિએશન બાવળાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ હુમલામાં દોષિતોને કડકમાં કડક સજા મળે તે માટે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તેમજ આ ઘટનાના કડક શબ્દોમાં વિરોધ કરીએ છીએ.
પહેલગામ આતંકી હુમલાનો કરાયો વિરોધ
જૂનાગઢ-માણાવદર ખાતે પહેલગામ આતંકી હુમલાનો વિરોધ કરાયો હતો. સિનેમા ચોકથી ગાંધીચોક સુધી મૌન રેલી યોજાઈ હતી. લોકોએ આતંકવાદીના પૂતળા દહન કરાયા હતા. મોટી સંખ્યામાં નગરજનો મૌન રેલીમાં જોડાયા હતા. આતંકીઓ સામે કડક પગલા લેવાની નગરજનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઈ હતી.