Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : SP રિંગરોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટના સ્થળ પર મોત

મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો.
ahmedabad   sp રિંગરોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત  દંપતીનું ઘટના સ્થળ પર મોત
Advertisement
  1. Ahmedabad નાં SP રિંગરોડ પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
  2. મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાતા દંપતીનું મોત
  3. ટ્રકવાળાએ દંપતીને અડફેટે લીધા, બંનેનું ઘટના સ્થળ પર જ મોત

અમદાવાદનાં (Ahmedabad) SP રિંગરોડ પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. બેફામ આવતા ટ્રકચાલકે દંપતીને અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. દંપતી મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : બોગસ ડોક્ટર મામલે હવે IMA મેદાને! CM અને આરોગ્યમંત્રીને પત્ર લખી કરી આ માગ

Advertisement

મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માત

અમદાવાદનાં (Ahmedabad) SP રિંગરોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માહિતી અનુસાર, વસ્ત્રાલ રિંગરોડ (Vastral Ring Road) પરથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. બેફામ આવતા એક ટ્રકચાલકે દંપતીને અડફેટે લીધા હતા. ટ્રકની ટક્કરથી બંનેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માતની જાણ થતાં રામોલ પોલીસ (Ramol Police) અને i ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

Advertisement

આ પણ વાંચો - Weather Forecast : આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

ટ્રકની અડફેટે આવતા દંપતીનું મોત

રામોલ પોલીસ અને i ડિવિઝન પોલીસની (I Division Police) ટીમે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક દંપતીની ઓળખ 62 વર્ષીય કાંતિભાઈ રવજીભાઈ પટેલ અને 60 વર્ષીય દક્ષાબેન કાંતિભાઈ પટેલ તરીકે થઈ છે. પોલીસે મૃતક દંપતીનાં પરિવારને કોન્ટેક્ટ કરવાની તજવીજ આદરી છે.

આ પણ વાંચો - Surat: અમરેલી લેટર કાંડ કેસમાં અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા

Tags :
Advertisement

.

×