Ahmedabad: સેટેલાઈટમાં અકસ્માત, BMW કાર ચાલકે નશાની હાલતમાં BRTS રેલિંગમાં કાર અથડાવી
- અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માત
- BMW કાર ચાલકે BRTS રેલિંગને મારી ટક્કર
- BMW કાર ઘૂસી ગઈ BRTS કોરિડોરમાં
- કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા
- BMW કારનું ટાયર ફાટ્યું છતાં ગાડી હું લઈ જઈશ તેવી લવારી
- કાર ચાલકે રાહદારીઓ સાથે લવારી કરી
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં BMW કાર ચાલકે નશાની હાલતમાં કારને BRTS રેલિંગ સાથે અથડાવી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
BMW કાર BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ
અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવો હવે એક ચિંતાનો વિષય બની ગયા છે. ત્યારે વધુમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં વધુ એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બીએમડબલ્યુ કાર ચાલકે અકસ્માત સર્જીને ટાયર ફાટ્યાનું રટણ ચાલુ રાખ્યું હતું.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માત
BMW કારચાલકે BRTS રેલિંગને મારી ટક્કર
BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ BMW કાર
કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી@GujaratPolice @AhmedabadPolice #Gujarat #Ahmedabad #BMW #CarAccident #BRTS #GujaratFirst pic.twitter.com/kyyZkXztlj— Gujarat First (@GujaratFirst) February 2, 2025
સેટેલાઈટ વિસ્તારમાં સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે મોડી સાંજે આ અકસ્માતનો બનાવ બન્યો છે. જ્યાં કાર ચાલકે નશાની હાલતમાં BRTS રેલિંગમાં કારને અથડાવી દીધી હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકનું નામ રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Surendranagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય બન્યા Honey Trapનો શિકાર, આરોપીઓએ માંગ્યા 10 લાખ રૂપિયા