Ahmedabad: મોબાઈ દુકાનદાર સાથે પરણિત મહિલાને મિત્રતા કરવી ભારે પડી
- નરોડા વિસ્તારમાં મહિલાને મિત્ર કરવી ભારે પડી
- દુકાનના સંચાલક સાથે મન મળી ગયું હતું
- દુકાનના સંચાલક મહિલાને બ્લેકમેલ ધમકી આપી હતી
- મહિલાને બ્લેકમેલથી કંટાળીને જીવન ટૂંકાવ્યું
Ahmedabad:અમદાવાદ(Ahmedabad)ના નરોડા વિસ્તારમાં મોબાઇલ ફોન ખરીદી પતિ પત્ની માટે ભારે પડી અને પત્ની માટે આપઘાત (Suicide)નું કારણ બન્યું. મોબાઈલ ખરીદવા ગયેલ ફરિયાદીની પત્નીને દુકાનના સંચાલક સાથે મન મળી ગયું અને નજીકની મિત્રતા બંધાઈ ગઈ. જોકે થોડા સમય બાદ મોબાઇલ દુકાનના સંચાલક કિશન ડોડિયાએ મૃતક મહિલાને બ્લેકમેલ(blackmails) કરી ધમકી આપતો જેનાથી કંટાળીને અંતે જીવન ટૂંકાવવાની ફરજ પડી. આ મામલે કૃષ્ણનગર (Krishnanagar)પોલીસે આરોપી કિશનની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આરોપીની કરી ધરપકડ
આ કિસ્સામાં નવા નરોડામાં રહેતી મૃતક મહિલાના પતિ વિદેશ હતાં. જ્યાં તેઓ છેલ્લા નવ વર્ષથી એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ફરિયાદી 22 જુલાઇ 2023માં વિદેશથી અમદાવાદ આવ્યા હતા. જે દરમિયાન બે મોબાઈલ લેવાના હોવાથી નરોડા વિસ્તારમાં આવેલ કિશન ડોડીયા નામના યુવકની મોબાઈલ દુકાન પરથી મોબાઇલ ખરીદ્યા. જોકે આ મોબાઈલ ખરીદ્યા બાદ બિલની ચુકવણી ફરિયાદીના પત્નીના મોબાઈલ મારફતે કરવામાં આવી. જેથી ફરિયાદીની મૃતક પત્નીનો નંબર મોબાઇલ દુકાનના સંચાલક પાસે આવી ગયો હતો. ફરિયાદીના પત્નીનો નંબર કિશન પાસે આવી જવાથી તેની સાથે સંપર્કમાં આવ્યો અને ટૂંકા સમયમાં બન્ને વચ્ચે મિત્રતા વધુ નિકટ આવી ગઈ. ફરિયાદી સમય તથા ફરીથી વિદેશ જતા રહ્યા જે દરમિયાન તેમના મૃતક પત્ની કિશન સાથે મુલાકાત પણ કરતા.
આ પણ વાંચો -Rajkot :કોલેરાએ માથું ઉંચક્યું,આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
યુવક મૃતક મહિલાને બ્લેકમેલીગ કરતો હતો
થોડા સમય બાદ કિસન ડોડીયા નામનો યુવક મૃતક મહિલાને બ્લેકમેલ કરવા લાગ્યો અને પૈસા માંગવા લાગ્યો, જો પૈસા ન આપે તો અંગત પળોના વિડીયો (videos) સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતો. જેથી પત્નીએ અંતે કંટાળીને વિદેશમાં રહેતા પોતાના પતિને વીડિયો કોલ કરે આ બાબતે હકીકત જણાવી રડતાં રડતાં કહ્યું કે તેનાથી એક મોટી ભૂલ થઇ ગઇ છે. મોબાઈલ દુકાન ધરાવતા કિશન સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા તે દરમ્યાન તેને અંગત પળોના વિડીયો ઉતારી લીધા હતા. જે બાદ કિશન તેને બ્લેકમેલ કરીને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવી લીધા. જેથી ફરિયાદી પતિએ સમજાવી ખોટુ પગલુ ન ભરવા કહ્યું હતું. જે બાદ ફરિયાદીની પત્નીએ પંખા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેથી મૃતકના પતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આઘાત માટે દુષ્ક પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી કિશન ની ધરપકડ કરી લીધી છે