Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ગ્રાહક સુરક્ષાના નામે માગી-માગી 100 માંગ્યા..! તોડબાજ ગેંગનાં વર્તનથી શંકા જતાં લોકોએ પોલીસ હવાલે કર્યાં

ગ્રાહક સુરક્ષા વિભાગનાં કર્મચારી બની દુકાનદારોને લૂંટતી ગેંગ ઝડપાઈ (Ahmedabad) નવા નરોડા વિસ્તારમાં વિવિધ દુકાનોમાં જઈ ચેકિંગ કર્યું દંડ પેટે રૂ. 100, 500 અને 1000 ની ઉઘરાણી કરતા દુકાનદારોને શંકા જતાં પોલીસને બોલાવી હતી 2 મહિલા સહિત કુલ 6...
05:01 PM Sep 21, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. ગ્રાહક સુરક્ષા વિભાગનાં કર્મચારી બની દુકાનદારોને લૂંટતી ગેંગ ઝડપાઈ (Ahmedabad)
  2. નવા નરોડા વિસ્તારમાં વિવિધ દુકાનોમાં જઈ ચેકિંગ કર્યું
  3. દંડ પેટે રૂ. 100, 500 અને 1000 ની ઉઘરાણી કરતા
  4. દુકાનદારોને શંકા જતાં પોલીસને બોલાવી હતી
  5. 2 મહિલા સહિત કુલ 6 લોકો પકડાયા

અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારમાં ગ્રાહક સુરક્ષા વિભાગનાં કર્મચારી બની તોડબાજી કરતી ગેંગની ધરપકડ કરાઈ છે. નરોડા પોલીસ સ્ટેશન હદમાં આવતા હંસપુરા વિસ્તારમાં બે મહિલા અને ચાર લોકો ગ્રાહક સુરક્ષા વિભાગનાં (Consumer Protection Department) કર્મચારી અને અધિકારી બનીને લોકો પાસે પૈસા પડાવવા ગયા હતા. જો કે, લોકોને તેમના વર્તન અંગે શંકા જતાં પોલીસને જાણ કરી હતી અને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે કુલ 6 લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો -Ahmedabad : સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉઠતા વિવાદ!

માત્ર રૂ. 100 ની માગ કરતા દુકાનદારને શંકા ગઈ

વિગતે વાત કરીએ તો, 20 મી સપ્ટેમ્બરનાં રોજ બપોર પછી 6 જેટલા લોકો નવા નરોડા વિસ્તારમાં (Ahmedabad) ગ્રાહક સુરક્ષા વિભાગનાં કર્મચારી બનીને પહોંચ્યા હતા. જ્યાં એક બાદ એક દુકાનમાં તપાસ કરવા લાગ્યા હતા. દુકાનદારોને સરકારનાં નિયમ અને ધારાધોરણ પ્રમાણે વ્યવસ્થા ન હોવાનાં કારણે તેઓ સામે કાર્યવાહી થશે, એવી ધમકી આપવા લાગ્યા હતા. સૌથી રસપ્રદ બાબતે છે કે આ કિસ્સામાં ફરિયાદી પાસે ગ્રાહક સુરક્ષા વિભાગનાં (Consumer Protection Department) કર્મચારી બનીને આવેલી 2 મહિલાઓએ બધું બરાબર છે, પરંતુ જમવાનું ટેબલ પર પડેલું છે તેમ કહીને માત્ર 100 રૂપિયા જેટલી રકમ માગી હતી, જેથી ફરિયાદીને શંકા ગઈ હતી.

આ પણ વાંચો -IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા પર એક મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ; PMO, CMO સુધી કરી બ્લેક મેઈલની અરજી

2 મહિલા સહિત કુલ 6 ભેજાબાજોને પકડી પોલીસ હવાલે કર્યાં

ઝડપાયેલ 6 આરોપી પોતાની પાસે આઈકાર્ડ રીસીપ્ટની બુક અને ગ્રાહક સુરક્ષા લખેલ કાર પણ લઈને આવ્યા હતા. ફરિયાદીનાં કહેવા પ્રમાણે ગ્રાહક સુરક્ષાનાં કર્મચારી બનીને આવેલ સભ્યોએ ખાણી-પીણીની દુકાન સિવાય ઓટો ગેરેજ અને ઓટો પાર્ટ્સની દુકાન પર પણ તપાસ કરી હતી, જેથી તેમની શંકા પ્રબળ બની કે જો હકીકતમાં ગ્રાહક સુરક્ષાનાં કર્મચારી હોય તો ઓટો પાર્ટ્સની દુકાને કેમ ગયા ? અને માત્ર 100 રૂપિયા જેટલી જ રકમ માગી હતી. ફરિયાદીએ આરોપી પાસે જ્યારે રીસીપ્ટ માગી ત્યારે રીસીપ્ટ પણ ન આપી. તોડબાજ કરતી ગેંગ અલગ-અલગ દુકાને જઈને રૂપિયા 100, 500 અને 1000 ઊઘરાવતી હતી. શંકાનાં આધારે સ્થાનિક લોકોએ એક થઈને 6 લોકોને ઝડપી પાડ્યા અને પોલીસને (Naroda Police) હવાલે કર્યા હતા. ઝડપાયેલા 6 આરોપીમાં રાજૂ ગોવિંદભાઈ સંઘવી, વૈભવ મહેશ પટેલ, અલ્પેશ જયંતી વ્યાસ, ચમણ વીરાભાઈ નાઈ, રશ્મિબેન સુનીલ શાહ અને લતાબેન રાજેન્દ્ર કુમાર શાહનો સમાવેશ થાય છે.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો - Mass Suicide : રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ

Tags :
AhmedabadConsumer Protection DepartmentCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsNarodaNaroda Police Station
Next Article