Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : 4 પોલીસ કમિશનર, 9 IG હાજર રહ્યા, DGP એ કહ્યું- રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો..!

DGP ની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન રાજ્યનાં 4 પોલીસ કમિશનર, 9 આઈજી હાજર રહ્યા પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કામ કરાશેઃ DGP અમદાવાદમાં (Ahmedabad) આજે રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સનું (Crime Conference) આયોજન કરવામાં આવ્યું હતું....
ahmedabad   4 પોલીસ કમિશનર  9 ig હાજર રહ્યા  dgp એ કહ્યું  રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો
  1. DGP ની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન
  2. રાજ્યનાં 4 પોલીસ કમિશનર, 9 આઈજી હાજર રહ્યા
  3. પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કામ કરાશેઃ DGP

અમદાવાદમાં (Ahmedabad) આજે રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સનું (Crime Conference) આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજ્યના 4 પોલીસ કમિશનર, 9 IG હાજર રહ્યા હતા અને ક્રાઈમ અને પોલીસને લગતી વિવિધ બાબતો પર ચર્ચા થઈ હતી. DGP વિકાસ સહાયે (DGP Vikas Sahay) જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાયો છે. પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કામ કરાશે.

Advertisement

રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાયો છે : DGP

અમદાવાદમાં (Ahmedabad) આજે રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 4 પોલીસ કમિશનર (Commissioners of Police) અને 9 IG અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યમાં ક્રાઈમ અને પોલીસને લગતી વિવિધ બાબતોને લઈને વિશેષ ચર્ચા કરાઈ હતી. કોન્ફરન્સ બાદ DGP વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ક્રાઈમ રેટમાં (Crime Rate In Gujarat) ઘટાડો નોંધાયો છે. હજુ તેમાં સફળ કામગીરી માટે આયોજન કરાયું છે. વિશેષ કરીને પોલીસ અને આમ લોકો વચ્ચે સંબંધ મજબૂત થાય અને પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કાર્યવાહી કરાશે. DGP એ આગળ કહ્યું કે, હવેથી દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : સંતો-મહંતો, સેવકોની હાજરીમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ધર્મસત્તાને દબાવી..!

રાજ્યનાં દરેક પોલીસ સ્ટેશનમાં IT એક્સપર્ટની નિમણૂક કરાશે : DGP

DGP વિકાસ સહાયે (DGP Vikas Sahay) કહ્યું કે, સાઇબર સુરક્ષા હાલ મોટું ચેલેન્જ છે. તેને લઈને વિશેષ કામગીરી કરવામાં આવશે. મહિલા અને સાઇબર સુરક્ષાને લઈને વિશેષ સમીક્ષા કરવામાં આવી રહી છે. સાઇબર ક્રાઇમને (Cyber Crime) લઈને ગુજરાત રાજ્યનાં દરેક પોલીસ સ્ટેશનમાં IT એક્સપર્ટની નિમણૂક કરાશે. ડીજીપીએ કહ્યું કે, પોલીસની ચુસ્ત કામગીરીનાં કારણે રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ છે અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને તેના માટે પણ જિલ્લાનાં પોલીસવડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશે અને ત્યાં ત્રણથી ચાર દિવસ સુધી રોકાશે. સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે.

Advertisement

આ પણ વાંચો - PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

PSI અને PI ની બદલીનાં પરિપત્રને લઈને DGP ની સ્પષ્ટતા

રાજ્યમાં PSI અને PI ની બદલીનાં પરિપત્રને લઈને DGP એ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ વિભાગે (Police Department) આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. આ સાથે DGP વિકાસ સહાયે વાયરલ પરિપત્રને રદિયો આપ્યો હતો. જણાવી દઈએ કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજ્યમાં PSI અને PI ની બદલીનો એક પરિપત્ર વાયરલ થયો હતો, જેને લઈને પોલીસ બેડાંમાં ચર્ચાઓ વેગવંતી થઈ હતી.

આ પણ વાંચો - Valsad : મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને નડ્યો ગોઝારો અકસ્માત, મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા

Tags :
Advertisement

.