Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahemdabad : મણિનગરની શાળાનાં સંચાલકોએ 200 વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો!

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલે નિયમો નેવે મૂકી પ્રવાસ કરાવ્યો સ્કૂલનાં માધ્યમિક વિભાગનાં વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવ્યો શિક્ષણ વિભાગની મંજૂરી વિના જ પ્રવાસ કરાવ્યો ગુજરાત ફર્સ્ટે તપાસ કરતા મંજૂરી ન લીધી હોવાનો ઘટસ્ફોટ વડોદરાનો (Vadodara) હરણી બોટકાંડ હજી ભૂલાયો નથી, તેવામાં...
ahemdabad   મણિનગરની શાળાનાં સંચાલકોએ 200 વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો
  1. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલે નિયમો નેવે મૂકી પ્રવાસ કરાવ્યો
  2. સ્કૂલનાં માધ્યમિક વિભાગનાં વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવ્યો
  3. શિક્ષણ વિભાગની મંજૂરી વિના જ પ્રવાસ કરાવ્યો
  4. ગુજરાત ફર્સ્ટે તપાસ કરતા મંજૂરી ન લીધી હોવાનો ઘટસ્ફોટ

વડોદરાનો (Vadodara) હરણી બોટકાંડ હજી ભૂલાયો નથી, તેવામાં ફરી એક વાર સ્કૂલ સંચાલકોએ નિયમોને નેવે મૂકીને જીવનાં જોખમે વિદ્યાર્થીઓને વોટર પાર્કનો પ્રવાસ કરાવ્યો હોવાનો મોટો ખુલાસો થયો છે. અમદાવાદનાં (Ahemdabad) મણિનગર વિસ્તારની સેવેંથ ડે સ્કૂલનાં (Seventh Day School) સંચાલકોએ શિક્ષણ વિભાગની પરવાનગી લીધા વિના જ માધ્યમિક શાળાનાં 200 જેટલા વિદ્યાર્થીઓ માટે વોટર પાર્કના પ્રવાસનું આયોજન કર્યું હતું તેવો ઘટસ્ફોટ Gujarat First ની તપાસમાં થયો છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : લવ જેહાદનો ચકચારો કિસ્સો! ગરબે રમવા ગયેલી 1 બાળકની માતાને વિધર્મી ભગાડી ગયો

શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ પ્રવાસનું આયોજન કર્યું!

અમદાવાદનાં (Ahemdabad) મણિનગર વિસ્તારમાં આવેલ સેવેંથ ડે સ્કૂલનાં સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓ માટે મહેસાણાનાં બ્લીસ વોટર પાર્કમાં (Mehsana Bliss Water Park) પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ પ્રવાસ માટે શાળાનાં સંચાલકો દ્વારા શિક્ષણ વિભાગ (Education Department) પાસેથી પરવાનગી ન લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ગુજરાત ફર્સ્ટની તપાસમાં થયો છે. આ શાળાનાં સંચાલક 'કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન' ના ચેરમેન પણ છે.

Advertisement

આ પણ વાંચો - Anand : રવિવારે મોડી રાતે ગમખ્વાર ટ્રીપલ અકસ્માત, એકનું ઘટના સ્થળ પર જ મોત

Advertisement

શાળાનાં સંચાલક દેશનાં સર્વોચ્ચ ગણાતા બોર્ડમાં મહત્ત્વનાં હોદ્દા પર

દેશનાં સર્વોચ્ચ ગણાતા એવા બોર્ડમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા સંચાલકની જ ઘોર બેદરકારી સામે આવી છે. ત્યાર હવે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં લેવાશે તેના પર સૌની નજર છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) તપાસમાં થયેલા આ ચોંકાવનારા ઘટસ્ફોટથી શાળા અને તેના સંચાલકો સામે અનેક સવાલ ઊભા થયા છે કે....

> ક્યાં સુધી સરેઆમ કાયદાના લીરે લીરા ઉડશે ?
> તંત્ર ક્યાં સુધી મુકપ્રેક્ષક બનીને આવું સહન કરશે ?
> આટલા અકસ્માત છતાં કેમ કાર્યવાહી થતી નથી ?
> કોઇ દુર્ઘટના સર્જાઇ હોત તો જવાબદાર કોણ ?
> ક્યાં સુધી આવી બેદરકારી ?
> સંચાલકોને પાઠ કોણ ભણાવશે ?
> શું સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી થશે ?
> શિક્ષણ વિભાગ શું સંચાલક વિરૂદ્ધ પગલા લેશે ?
> શું વધુ એક હરણીકાંડ કરવાનો ઈરાદો છે?

આ પણ વાંચો - Ankleshwar Drugs Case : ડ્રગ્સ માફિયાઓનો નવી મોડ્સ ઓપરેન્ડી, આ રીતે બનાવડાવે છે ડ્રગ્સ...

Tags :
Advertisement

.