Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાનો આપ્યો આદેશ

લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે (Election Commission) એક મોટો નિર્ણય લીધો છે. બિહાર સહિત 6 રાજ્યોના ગૃહ સચિવો (Home secretaries) ને હટાવવામાં આવ્યા છે. 28 જાન્યુઆરીના રોજ સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) દ્વારા પ્રણવ કુમારને મુઝફ્ફરપુર DM ના પદ...
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાનો આપ્યો આદેશ

લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે (Election Commission) એક મોટો નિર્ણય લીધો છે. બિહાર સહિત 6 રાજ્યોના ગૃહ સચિવો (Home secretaries) ને હટાવવામાં આવ્યા છે. 28 જાન્યુઆરીના રોજ સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) દ્વારા પ્રણવ કુમારને મુઝફ્ફરપુર DM ના પદ પરથી ટ્રાન્સફર કરીને ગૃહ વિભાગના સચિવ (Home Secretary) બનાવાયા હતા અને હવે ચૂંટણી પંચે તેમને ગૃહ સચિવના પદ પરથી હટાવી દીધા છે. ચૂંટણી પંચે આ નિર્ણય લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધો છે.

Advertisement

Election Commission એ લોકસભા ચૂંટણીની ડ્યૂટીમાંથી હટાવ્યા

ચૂંટણી પંચે (Election Commission) એક મોટો નિર્ણય લેતા ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે જેઓ મુખ્યમંત્રીના કાર્યાલયનો હવાલો સંભાળી રહ્યા હતા. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે (Election Commission) પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP)ને પણ હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે. જણાવી દઇએ કે, ચૂંટણી પંચે (Election Commission) રાજ્ય સરકારોને ચૂંટણી સંબંધિત એવા અધિકારીઓની બદલી કરવા કહ્યું છે જેમણે 3 વર્ષ કે તેથી વધુ સમય તેમના ગૃહ જિલ્લામાં વિતાવ્યો છે. વળી, મહારાષ્ટ્ર સરકારે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની બદલી અંગે વાંધો વ્યક્ત કર્યો છે. મુખ્ય સચિવને મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અન્ય કોર્પોરેશનમાં ટ્રાન્સફર કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

અધિકારીઓને કેમ હટાવવામાં આવ્યા?

7 રાજ્યોમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેઓ સંબંધિત રાજ્યોમાં મુખ્યમંત્રીના કાર્યાલયમાં બેવડા ચાર્જ ધરાવતા હતા, જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિષ્પક્ષતા, ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા સુરક્ષા દળોની તૈનાતી સાથે પણ સમાધાન કરી શકે છે. ચૂંટણી પંચે 2016માં રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના DGP ને સક્રિય ચૂંટણી ફરજમાંથી પણ હટાવી દીધા હતા. મહારાષ્ટ્રે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને કેટલાક વધારાના/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અંગે ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કર્યું ન હતું, જે 16 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે જણાવવામાં આવી હતી.

દેશભરમાં 7 તબક્કામાં મતદાન થશે

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. 16મી માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરીને ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલો વધુ મતદાન કરવા વિનંતી કરી હતી. દેશભરમાં 43 દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે.

Advertisement

આ પણ વાંચો - GeneralElections2024 : તારીખોની જાહેરાત સાથે ચૂંટણી પંચે આપી આ ખાસ માહિતી અને સૂચનાઓ, જાણો વિગતે

આ પણ વાંચો - LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે

આ પણ વાંચો - Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો

Tags :
Advertisement

.