Agriculture Sector Budget 2024: ખેડૂતોને ફાયદો કે નુકસાન? જાણો નાણાંમંત્રીએ કેટલા કરોડની ફાળવ્યા
Agriculture Sector Budget 2024: ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં મોદી સરકાર 3.0 માં 2024-25 નું પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. જેમાં ખેડૂતો માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો આ બજેટમાં ખેડૂતો માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ બજેટમાં ખેતી અને ખેડૂતોને લગતી યોજનાઓ તથા કાર્યો માટે 1.52 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલા પણ વચગાળાના બજેટમાં ખેડૂતો માટે 1.47 લાખ કરોડની વધારે રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, 2024ના પૂર્ણ બજેટની વાત કરવામાં આવે તો અત્યારે ખેડૂતો માટે સારા સમાચાર છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ માટે લંબાવાઈ
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પોતાના બજેટલક્ષી ભાષણમાં ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પર ખાસ ભાર મૂક્યો હતો. નાણાંમંત્રીએ ખેડૂતો માટે મુખ્ય પાકો માટે ઉચ્ચ ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણ કરી છે. જે ખર્ચની 50 ટકા માર્જિનના વાયદાને અનુરૂપ છે. આ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પણ 5 વર્ષ માટે લંબાવી દેવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અત્યારે 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે.
Employment, agricultural productivity, manufacturing among nine priorities outlined by government in Union Budget
Read @ANI Story | https://t.co/ZvPhBvCni4#UnionBudget2024 #UnionBudget24 #NirmalaSitharaman #BudgetSession #BudgetSession2024 pic.twitter.com/9zTsYIWD2r
— ANI Digital (@ani_digital) July 23, 2024
કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી
આ સાથે સાથે નાણાંમંત્રીએ ખેડૂતો માટે ફાળવણી કરી છે. જેમાં વિગતે વાત કરીએ તો, આ વર્ષે કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણાંમંત્રીએ કહ્યું કે, ‘ખેડૂતોની 32 કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં પાકની 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા અનુકુળ જાતો ખેડૂતોને મુક્ત કરવામાં આવશે. દેશભરના એક કરોડ ખેડૂતોને પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ દ્વારા કુદરતી ખેતી માટે મજબૂત સમર્થન, અમલીકરણમાં મદદ કરવા માટે 10 હજાર જરૂરિયાત આધારિત બાયો-ઇનપુટ સંસ્થા કેન્દ્રો સ્થાપવામાં આવશે.’
બે વર્ષમાં 1 કરોડ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી
નિર્મલા સીતારમણે કહ્યું કે, આ વર્ષે પ્રાકૃતિક ખેતી પણ વધારે ભાર આપવામાં આવી રહ્યું છે. બે વર્ષમાં 1 કરોડ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ખેડુતો માટે 1 હજાર બોયા રિસોર્સ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. આ વર્ષે સર્ટિફિકેશન અને બ્રાન્ડિગ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે. 32 પાકો પર 109 વૈરાઈટી લોન્ચ કરવામાં આવશે. આ સાથે ખેતી માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. 6 કરોડ ખેડૂતોની જમીનોની નોંધણી કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ 5 રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે. 400 જિલ્લામાં ડિજિટલ ખરીફ પાક સર્વે હાથ ધરવામાં આવશે. આ સાથે, કઠોળ અને તમામ બીજ વિસ્તરણ પર એક મિશન શરૂ કરવામાં આવશે.