Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત સાથે સંબંધો વણસ્યા બાદ Canada નાં હાલ બેહાલ! દેવાના ડુંગર હેઠળ દબાયા નાગરિકો!

દેશના લોકો પરનું દેવું કેનેડાની કુલ GDP કરતા પણ વધુ છે.
ભારત સાથે સંબંધો વણસ્યા બાદ canada નાં હાલ બેહાલ  દેવાના ડુંગર હેઠળ દબાયા નાગરિકો
Advertisement
  1. કેનેડાનાં નાગરિકો દેવાના ડુંગર હેઠળ દબાયા!
  2. દેશની GDP ની તુલનામાં Household Debt 103 % પર પહોંચ્યું
  3. કેનેડા પછી UK માં સૌથી વધુ Household Debt

ભારત (India) સાથે સંબંધો વણસ્યા બાદ કેનેડા (Canada) આર્થિક રીતે અસ્થિર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ દેશની GDP ની તુલનામાં તેનું ઘરેલું દેવું 103 % પર પહોંચી ગયું છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. હાઉસહોલ્ડ ઋણનો (Household Debt) અર્થ થાય છે તે દેવું જે દેશના લોકો પર છે. આમાં વ્યાજ અને મુદ્દલનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે તે દેશના લોકો પરનું દેવું કેનેડાની કુલ GDP કરતા પણ વધુ છે.

આ પણ વાંચો - Husband-Wife ના ઝઘડાથી રેલવેને 3 કરોડનું નુકસાન! જાણો કેેવી રીતે

Advertisement

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કેનેડાની હાલત વધુ ખરાબ થવાની સંભાવના

જે દેશોમાં હાઉસહોલ્ડ ઋણ વધારે છે, ત્યાં પરિવારોએ ઘર ખરીદવા અથવા અન્ય વસ્તુઓ પર ખર્ચ કરવા માટે વધુ લોન લેવી પડે છે. US માં તાજેતરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જીત બાદ કેનેડાની હાલત વધુ ખરાબ થવાની સંભાવના છે. કારણ કે, ટ્રમ્પે તેમના ચૂંટણી ભાષણોમાં આયાત પર ભારે ટેરિફ લાદવાનું અને નોર્થ અમેરિકા ફ્રી ટ્રેડ કરારની સમીક્ષા કરવાનો વાયદો કર્યો હતો. હવે, જો તે પોતાનું વચન પૂરું કરશે તો કેનેડાની અર્થવ્યવસ્થામાં (Economy) ભૂકંપ આવી શકે છે. કારણ કે, કેનેડાનો સૌથી મોટો વેપારી ભાગીદાર યુનાઇટેડ સ્ટેટ્સ (US) છે.

આ પણ વાંચો - જેટ એરવેઝ પર હવે કાયમ માટે લાગ્યા તાળા! SC એ જેટના તમામ સંસાધનો વેચવા કર્યો આદેશ

કેવી છે ભારતની સ્થિતિ ?

કેનેડા પછી UK માં સૌથી વધુ Household Debt છે. બ્રિટનનાં લોકો પર દેશની GDP ના 80% જેટલું દેવું છે. તે પછી અમેરિકા (73%), ફ્રાન્સ (63%), ચીન (62%), જર્મની (52%), સ્પેન (48 %) અને ઈટાલી (39 %) આવે છે. ભારતમાં તે 37 ટકા છે. વર્ષ 2021 માં આ દેવું 39.2 % પર પહોંચી ગયું હતું પરંતુ, તે પછી તેમાં ઘટાડો થયો છે. દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં તે 34 % છે. જ્યારે સાઉદી અરેબિયામાં 32 %, રશિયામાં 22 %, ઇન્ડોનેશિયા અને મેક્સિકો 16 % અને તુર્કી 11 % છે.

આ પણ વાંચો - Donald Trump ની જીતને કારણે Tesla ના શેર બન્યા રોકેટ!

Tags :
Advertisement

.

×