Fire Incident: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરના ગેમિંગ ઝોનમાં તપાસનો ધમધમાટ થયો શરૂ
Fire Incident: રાજકોટમાં બનેલા અગ્નિકાંડ (Fire Incident)માં બાળકો સહિત 33 લોકો હોમાયા છે, અહીં પણ કેટલાક લોકો ગુમ હોવાની વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યના તંત્રમાં હડકમ પહોંચી ગયો છે. ગુજરાતમાં ફાયરની ટીમો વીજ કંપનીની ટીમનું કલેકટરની ટીમોની સાથે પોલીસ પણ હવે તપાસનું નાટક કરવાનું શરૂ કર્યું છે. સુરતમાં આવેલા સોલ જેટલા ગેમિંગ ઝોનમાંથી તપાસ કરતા છ જેટલા ગેમિંગ ઝોનમાંથી પૂરતા કાગળિયા ન મળતા તેમણે સીલ કરી દેવામાં આવ્યા છે.
છ જેટલા ગેમિંગ ઝોન મોડી રાત્રે સીલ કરી દેવામાં આવ્યા
વિગતે વાત કરવામાં આવે તો ગેમિંગ ઝોનમાં જ્યારે છ જેટલા ગેમિંગ ઝોન મોડી રાત્રે સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે અન્ય જે ગેમિંગ જૂના છે, મેળાઓ છે અને સર્કસો છે ત્યાં હાલ અધિકારીઓ દ્વારા તપાસનું નાટક શરૂ કર્યાનું દેખાય આવતું હોય છે. ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે સુરતના ફ્યુચર ઝોન નામા ગેમિંગ ઝોનમાં અધિકારીઓ તપાસ કરવા માટે પહોંચ્યા તે સમયે તેમની સાથે વાતચીત કરવા જતા પહેલા જ તેમને ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે વાત ના કરી અને સીધું માઈક જ હટાવી દીધું હતી.
ગેમીંગ ઝોનના સંચાલન સંબંધમાં તકેદારી રાખવા બાબતે રાજ્ય સરકારે જાહેર કર્યો પત્ર
ગેમીંગ ઝોનની મંજુરી આપવામાં આવેલ છે કે કેમ?
ગેમીંગ ઝોનની મંજુરી આપતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાને લેવામાં આવે છે
ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજુરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ
આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ છે કે કેમ?
ગેમીંગ ઝોનમાં ફાયર સેફટી તેમજ આસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા ઉપલબ્ધ છે
ગેમીંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝીટ માટેની વ્યવસ્થા
સંબંધિત ઓથોરીટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ?
સુરતમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો
નોંધનીય છે કે, ત્યારબાદ ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે અંદરની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સંચાલકોએ ગુજરાત વર્ષની ટીમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં પરંતુ ગુજરાતમાં 33 જેટલા બાળકો હુમાયા છે. તેમને ન્યાય આપવા માટે છેક સુધી મત છે અને તે જ રીતે ગુજરાત ફર્સ્ટની ટીમે આ તપાસમાં છેક સુધી જોતાઈ રહી છે. અધિકારીઓ સાથે અને તે વાતચીત કરી ત્યારે તેમને તપાસ ચાલુ છે અને અમારી સાથે વીજ કંપનીની ટીમ સુરત મહાનગર પાલિકાની ટીમ પોલીસ વિભાગની ટીમ અને કલેક્ટર દ્વારા ફાળવેલી ટીમો હાલ આ તપાસમાં જોડાયા છીએ.
ગુજરાત ફર્સ્ટ દ્વારા અંદરની હકીકત જાણવાનો પ્રયાસ
જો કોઈપણ પ્રકારની હતી દેખાશે તો અમે તાત્કાલિક ધોરણે એક્શન લઈશું આ ગેમ ઝોનમાં જ્યારે ગુજરાત વર્ષનો કેમેરાએ ફોકસ કર્યું તો આ ગેમ ઝોન માં એક જગ્યા પર ઈલેક્ટ્રીક વાયરનું સમારકામ ચાલતું હતું. ત્યારે પણ સંચાલક અટકાવવા આવ્યા પણ ગુજરાત ફર્સ્ટનો કેમેરો અલગ રહ્યો તો ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારીઓ છે તે આવા બનાવો અને દબાવવાનો પ્રયાસ કરે છે તેવું આ વીડિયો જોતા લાગી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં પણ શરૂ કરાઈ તપાસ
રાજકોટમાં અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મીની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપાસના સર્કલ પાસે આવેલ પ્લે બોક્ષ નામના મીની ગેમ ઝોન સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ મીની ગેમ ઝોન વહીવટી તંત્રના આદેશને પગલે બંધ કરાયુ છે. તો ફાયર સેફ્ટીના સાધનોનુ યોગ્ય ચેકીંગ અને તપાસ કર્યા બાદ જ મીની ગેમ ઝોન ફરી શરૂ કરવામાં આવશે તેવી જીલ્લા કલેકટર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
બનાસકાંઠામાં પણ તપાસનો ધમધમાટ
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના (Fire Incident) બાદ બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પાલનપુર ન્યુ બસપોર્ટમાં પોલીસ અને ફાયર અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી છે. જેથી ન્યુ બસપોર્ટમાં રહેલું ગેમ ઝોન બંધ હાલતમાં જોવા મળ્યું હતું નોંધનીય છે કે, NOC કે ફાયરના સાધનો છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. આ સાથે પાલનપુરના તમામ ગેમ ઝોનની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી છે.
મહેસાણામાં ગાંધીનગરમાં અધિકારીઓ પહોંચ્યા
મળતી વિગતો પ્રમાણે મહેસાણામાં પણ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. નોંધનીય છે કે, રાજકોટની ઘટના બાદ મહેસાણાનું તંત્ર સફાળું જાગ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગાંધીનગરના રીજ્યોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા હતાં. નોંધનીય છે કે, દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર ટીમ ફન બ્લાસ્ટમાં તપાસ કરવા માટે પહોંચી હતી. તમામ ટીમ મહેસાણા ફન બ્લાસ્ટમાં ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. નોંઝનીય છે કે, તપાસના અંતે કોઈ ક્ષતિ હશે તો બહાર આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
મહેસાણામાં ગાંધીનગરમાં અધિકારીઓ પહોંચ્યા
મળતી વિગતો પ્રમાણે મહેસાણામાં પણ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. નોંધનીય છે કે, રાજકોટની ઘટના બાદ મહેસાણાનું તંત્ર સફાળું જાગ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગાંધીનગરના રીજ્યોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા હતાં. નોંધનીય છે કે, દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર ટીમ ફન બ્લાસ્ટમાં તપાસ કરવા માટે પહોંચી હતી. તમામ ટીમ મહેસાણા ફન બ્લાસ્ટમાં ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. નોંઝનીય છે કે, તપાસના અંતે કોઈ ક્ષતિ હશે તો બહાર આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
રહી રહીને પોરબંદર પાલિકા તંત્ર પણ જાગ્યું
રાજકોટ ગેમઝોન ઘટના (Fire Incident) બાદ પોરબંદર પાલિકા તંત્રની પણ રહી રહીને ઊંઘ ઊડી છે. સરકારના આદેશ થતાની સાથે જ પોરબંદરના ગેમઝોન પર તપાસ કરવાની કામગીરી શરૂ કરી છે. પરંતુ મળતી જાણકારી પ્રમાણે શહેરની 150 થી વધુ બિલ્ડીંગોમા માત્ર 20 જેટલા બિલ્ડિંગોમાં જ ફાયર સેફટી છે. તો બાકીની બિલ્ડિંગોમાં સેફ્ટીનું શું? આ સાથે શહેરના એક પણ ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફટી નથી. તો શું અહીં પણ સુરતના તક્ષસિલા જેવા બનાવની રાહ જોવાઈ રહીં છે. અગાઉ પોરબંદરમાં ફાયર સેફટીના કાયદાની અમલવારી બાદ માત્ર 12 બિલ્ડીંગોને જ સિલ કરાઈ હતી. આજે સવારે પાલિકા અને ફાયર બ્રિગેડ ટીમ વિવિધ જગ્યા પર દેખાડો કરવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગેમ ઝોન સિવાય અન્ય બિલ્ડિંગો અને ઇમારતો પર કાર્યવાહી માટે પોરબંદર ફાયર વિભાગ સરકારના આદેશ રાહ જોઈ રહ્યું છે.
દાહોદ જિલ્લા વહીવટી અત્યારે તંત્ર એક્શનમાં
એવું લાગે છે રાજકોટ અગ્નિકાંડ પછી રાજ્યમાં તમામ જગ્યાએ વહીવટી તંત્ર તપાસમાં જોતરાઈ ગયા છે. મળતી જાણકારી પ્રમાણે દાહોદ જિલ્લા વહીવટી અત્યારે તંત્ર એક્શનમાં આવી ગયું છે. મામલતદાર સહિતની ટીમોની વિવિધ ગેમઝોનમાં તપાસ કરી રહીં છે. આ સાથે દાહોદમાં સ્ટેશન રોડ સ્થિત ગેમઝોનને કરાયું સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફ્ટિ સહિતના અભાવને કારણે ગેમઝોન સીલ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે. તંત્ર દ્વારા આ પ્રકારના ગેમઝોન સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.