Vadodra: પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ એક્શનમાં, વિદેશી વિદ્યાર્થીઓના ડેટા ભેગા કરવાનું શરૂ
- પહેલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં
- પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક
- સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકીગ હાથ ધર્યું
- વિદેશી વિદ્યાર્થીના ડેટા ભેગા કરવામાં આવી રહ્યા છે
મંગળવારનાં રોજ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં કુલ 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં 3 ગુજરાતીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં ભાવનગરનાં પિતા-પુત્ર તેમજ સુરતનાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેઓનાં પાર્થિવ દેહને ગત રોજ રાત્રે ગુજરાત ખાતે લાવવામાં આવ્યા હતા. આજે સવારે તેઓનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી જવા પામી છે.

સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ શરૂ
પહેલ ગામમાં આતંકી હુમલામાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આતંકી હુમલા બાદ ગુજરાતમાં અનેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા પણ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે. તેમજ શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું છે.
પોલીસ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની માહિતી મેળવવાની શરૂ કરી
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનાં નાગરિકોને પરત જવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. જે બાબતે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનાં પોલીસ દ્વારા ડેટા ભેગા કરવામાં આવી રહ્યા છે. તેમજ શહેરમાં આવેલા યાત્રીઓ અંગની માહિતી પણ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : આતંકીએ સાવ નજીક આવીને ગોળી મારી દીધી, જાણો સાર્થકે બીજુ શું કહ્યું...