જમ્મુ-કાશ્મીરમાં હુમલા બાદ નેતાજીએ કહ્યું- હવે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ
Terrorist Attack : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓ (Hindu devotees in Reasi) ની એક બસ પર થયેલા આતંકી હુમલા (Terrorist Attack) એ સૌ કોઇને ચોંકાવી દીધા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ હુમલો તે સમય થયો જ્યારે દેશમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ (Taking Oath as the Prime Minister) લઇ રહ્યા હતા. આતંકીઓએ બસ પર જ્યારે ગોળીબાર કર્યો ત્યારે તે બસ ઉંડી ખાઇમાં પડી ગઇ હતી. તે પછી પણ આતંકીઓ ગોળીબાર (Terrorists kept Firing) કરતા રહ્યા હતા. હવે આ ઘટના બાદ દેશના એક દિગ્ગદ નેતાએ પાકિસ્તાન પર હુમલો (Attacking Pakistan) કરવાની વાત કરી છે.
J&K માં હુમલા બાદ પાકિસ્તાન પર હુમલો કરવો પડશે : અઠાવલે
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હવે આ ઘટના પર કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, મને લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઇ ગયો છે, સતત ત્રીજી વખત મોદીજીની સરકાર બની છે અને મને લાગે છે કે આપણે પાકિસ્તાન સામે યુદ્ધ કરવું જ પડશે. અને POK ને આપણા હવાલે કરવું જ પડશે, અને ઘણા આતંકવાદી PoKમાં થઇને ભારતમાં ઘુસે છે. અઠાવલેએ કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને જરૂર આપણા હવાલે લેવો પડશે."
આતંકીઓ તમામ શ્રદ્ધાળુંઓને મારવાના ઇરાદે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલાને લઈને ઘણી બાબતો સામે આવી રહી છે. હુમલાનો ભોગ બનેલા એક વ્યક્તિએ જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ બસ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. આમ છતાં આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો જેથી કોઈ જીવતું ન રહે. આ ભયાનક હુમલાની કહાની સંભળાવતા એક શખ્સે કહ્યું કે, આતંકવાદીઓ ઈચ્છતા હતા કે દરેક શ્રદ્ધાળુ ત્યાં મરી જાય. આ બસ શિવ ઘોડીથી માતા વૈષ્ણો દેવી જઈ રહી હતી. જણાવી દઇએ કે, આ આતંકી હુમલામાં 10 લોકોના મોતના અહેવાલ છે અને 33 લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ બસ પર માત્ર એક બાજુથી જ નહીં પરંતુ ઓછામાં ઓછી ત્રણ બાજુથી હુમલો કર્યો હતો. આ પછી ડ્રાઈવરને ગોળી વાગી અને બસ ખાઈમાં પડી ગઈ. એક અહેવાલ મુજબ એક પીડિતાએ જણાવ્યું કે લગભગ 20 મિનિટ સુધી ગોળીઓ ચાલુ રહી.
આ પણ વાંચો - Terror Attack : આતંકીવાદીઓનું કાઉન્ટડાઉન શરૂ, રિયાસીનો બદલો લેવા સેનાનું ‘Action’
આ પણ વાંચો - Pilgrims Bus Accident: વધુ એકવાર તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓનો હુમલો, 10 લોકોના મોત