Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગાંધીનગરમાં કેનાલ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ (Class 12 Science Stream and General Stream) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરિણામ (Result)...
12:37 PM May 09, 2024 IST | Hardik Shah
Standard 12th Result

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ (Class 12 Science Stream and General Stream) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરિણામ (Result) જાહેર થયા બાદ ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક વિદ્યાર્થીઓ (Students) પરિણામથી દુઃખી થયા છે. કોઇ સારી ટકાવારી ન આવવાના કારણે દુઃખી છે તો કોઇ નાપાસ થયા હોવાના કારણે. વિદ્યાર્થીઓ દુઃખી મને કોઇ ખરાબ પગલું ન ભરે તે માટે ગાંધીનગરમાં કેનાલ પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

બોર્ડના પરિણામને લઈ નર્મદા કેનાલ પર ગોઠવાઇ સુરક્ષા

પરિણામ જાહેર થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સથી ખુશ નથી હોતા અને નાસીપાસ થઇને કોઇ ખરાબ પગલું ભરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ વખતે આવું ન બને તે માટે ગાંધીનગરમાં કેનાલ પર સુરક્ષા ગોઠવી દેવાઈ છે. જીહા, ગાંધીનગરમાં આવેલી કેનાલ પર પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને અહીં કોઇ અણબનાવ ન બને તેનું ધ્યાન રાખી રહ્યા છે. આ સાથે રાધે રાધે ગ્રુપના યુવાનો પણ પોલીસની સાથે પેટ્રોલિંગમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનારા કુલ 3 લાખ 78 હજાર 268 વિદ્યાર્થીઓમાંથી 3 લાખ 47 હજાર 738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારા કુલ 1 લાખ 30 હજાર 650 વિદ્યાર્થીઓમાંથી 98 હજાર 056 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું કુલ પરીણામ 82.45 ટકા છે.

પરીક્ષામાં નાપાસ થવાથી જીવન સમાપ્ત થતું નથી

ઉલ્લેખનીય છે કે, ઘણી વખત વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા બાદ ખૂબ જ તણાવમાં આવી જાય છે અને આત્મહત્યા જેવું પગલું ભરે છે. વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે, પરીક્ષામાં નાપાસ થવું એ જીવનથી મોટું નથી. જીવન અહીં સમાપ્ત થતું નથી, તે માત્ર એક કસોટી છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ નિષ્ફળતાને સ્વીકારવી જોઈએ. માતા-પિતાએ બાળકોની ખાસ કાળજી લેવી જોઈએ, તેમને ટોણા મારવાને બદલે તેમની સાથે વાત કરીને તેમને આગળ વધવાની પ્રેરણા આપવી જોઈએ. આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે ઘણા અભિનેતા કે ખેલાડીઓ વધુ ભણ્યા નથી અથવા તેમના જીવનમાં આવેલી ઘણી પરિક્ષાઓમાં તેઓ ફેઇલ પણ થયા છે. તેમને મળેલી નિષ્ફળતાથી નાસીપાસ થવાની જગ્યાએ તેઓ વધુ મહેનત કરવાનું વિચારી આગળ વધ્યા છે.

નકારાત્મક વિચારશો નહીં

વિશ્વભરમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન કેટલાક લોકો શાળાની પરીક્ષામાં નાપાસ થયા હતા, પરંતુ તેઓ નિરાશ ન થયા અને વિશ્વ માટે ઉદાહરણ બન્યા છે. તમે આ પણ કરી શકો છો. પોતાને નકારાત્મક વિચારોથી દૂર રાખો. નાપાસ થયા પછી, ઘણા વિદ્યાર્થીઓ વિચારવાનું શરૂ કરે છે કે તેઓ આગળ કંઈ કરી શકશે નહીં. તેનું જીવન બરબાદ થઈ ગયું છે. તમે આ વિચારોથી દૂર રહો. તમારી પ્રતિભાને ઓળખો અને આગળ વધો. તમારું જીવન તમારા હાથમાં છે, એક ખરાબ પરિણામ તમારું જીવનને ખરાબ ન કરી શકે.

આ પણ વાંચો - HSC Result : ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના આ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

આ પણ વાંચો - SSC Result : ધોરણ- 10નું પરિણામ આ તારીખે થશે જાહેર

Tags :
12th ResultcanalGandhinagarGandhinagar CanalGandhinagar NewsGSEB 12th Result 2024GujaratGujarat FirstGujarat NewsGujarati NewsStudents
Next Article