Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાના બાદ હવે આ ખેલાડીઓ ઉપર ભારતને ચેમ્પિયન બનાવવાની જવાબદારી!

ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીસમાં સાઉથ આફ્રિકા સામે ફાઇનલ મેચમાં શાનદાર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. ભારતની આ જીત બાદ ટીમનો ડંકો વિશ્વભરમાં વાગ્યો છે. ભારતની આ જીતમાં યુવા અને અનુભવી પ્લેયર્સનું દરેકનું સમકક્ષ યોગદાન રહ્યું છે. ભારતની ટીમમાં રોહિત શર્મા,...
રોહિત શર્મા  વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાના બાદ હવે આ ખેલાડીઓ ઉપર ભારતને ચેમ્પિયન બનાવવાની જવાબદારી

ભારતની ટીમે વેસ્ટ ઇન્ડીસમાં સાઉથ આફ્રિકા સામે ફાઇનલ મેચમાં શાનદાર વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. ભારતની આ જીત બાદ ટીમનો ડંકો વિશ્વભરમાં વાગ્યો છે. ભારતની આ જીતમાં યુવા અને અનુભવી પ્લેયર્સનું દરેકનું સમકક્ષ યોગદાન રહ્યું છે. ભારતની ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બૂમરાહ, અક્ષર પટેલ, સુર્યકુમાર યાદવ અને રિષભ પંત જેવા ખેલાડીનું ખૂબ જ અગત્યનું યોગદાન રહ્યું હતું. ભારતના વિશ્વકપ જીતતાની સાથે જ ભારતના પીઢ ક્રિકેટર રોહિત શર્મા (ROHIT SHARMA), વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 માંથી સન્યાસ જાહેર કર્યો છે.

Advertisement

T20 ફોર્મેટમાંથી એકસાથે ત્રણ ત્રણ અનુભવીના ખેલાડીઓના સન્યાસ લેવાથી ભારતીય ટીમમાં તેમનું સ્થાન કોણ લેશે? જે પણ તેમનું સ્થાન લેશે તેઓ સારો દેખાવ કરી શકશે કે નહીં તેવા પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. ભારતને વિરાટ, રોહિત (ROHIT SHARMA) અને જાડેજા જેવા શાનદાર ખેલાડીઓના સ્થાને હવે યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવી પડશે. ચાલો જાણીએ કે કયા છે ભારતના યુવા ખેલાડીઓ જે T20 ફોર્મેટમાં ભારતનું ભાવિ નક્કી કરશે.

યયશસ્વી જયસ્વાલ - રોહિત શર્માના સ્થાને

સૌથી પહેલા વાત રોહિત શર્માની (ROHIT SHARMA) કરવામાં આવે તો રોહિત શર્માના હવેથી ટીમમાં ન હોવાના કારણે ટીમમાં એક મજબૂત ઓપનરનું સ્થાન ખાલી રહેશે. આ સ્થાનને કોઈ યોગ્ય ન્યાય આપી શકતું હોય તો તે યશસ્વી જયસ્વાલ છે. યુવા ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પણ ICC T20 વર્લ્ડ કપ 2024માં તક મળી હતી, પરંતુ તેઓ એક પણ મેચ રમી શક્યા ન હતા.કારણ કે વિરાટ કોહલી સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રોહિત સાથે ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા અને રિષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. હવે રોહિતના સ્થાને યશસ્વી આપણને ભારત માટે આ ફોર્મેટમાં શરૂઆત કરતા દેખાઈ શકે છે. યશસ્વી આ ફોર્મેટમાં ખૂબ જ ઉત્કૃષ્ટ છે તેની ઝલક તેઓ IPL માં બતાવી ચૂક્યા છે. IPL માં તેમના દેખાવ વિશે વાત કરવામાં આવે તો તેઓ રાજસ્થાન માટે રમતા 53 મેચમાં 1607 રન બનાવ્યા છે. તેમણે પોતાની ટીમને ઘણી વખત પોતાના દમ ઉપર મેચ જીતાડી છે.

Advertisement

શુભમન ગિલ - વિરાટ કોહલીના સ્થાને

આ વિશ્વકપ બાદ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ ફોર્મેટને અલવિદા કહ્યું છે. વિરાટ કોહલીનું ટીમમાં સ્થાન લેવું એ ખરેખર ખૂબ જ મોટી વાત છે. જે પ્રભાવ, જે ઉર્જા વિરાટ કોહલી ભારતીય ટીમના બેટિંગ લાઇનઅપમાં લઈને આવે છે તે કક્ષાનો પ્લેયર શોધવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ ભારત પાસે શુભમન ગિલના રૂપમાં તે વિકલ્પ સદભાગ્યે છે. ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે શુભમન ગિલનું નામ તેમાં નહોતું. જોકે, તેને ટ્રાવેલિંગ રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે શુભમન ગિલ ટોપ ઓર્ડરમાં રમે છે. રોહિત અને વિરાટની હાજરીથી શુભમન માટે તેના માટે જગ્યા બનાવવી મુશ્કેલ હતી, પરંતુ હવે જ્યારે વિરાટે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, ત્યારે શુભમન ગિલ ભારતીય ટીમમાં તેની જગ્યા ભરી શકે છે. સારા ફોર્મ સાથે ટી20 ટીમમાં તેની પસંદગીમાં કોઈ અડચણ ન હોવી જોઈએ. તેઓ આ ફોર્મેટમાં પોતાની કામગીરી પહેલા પણ બતાવી ચૂક્યા છે.

Advertisement

વોશિંગ્ટન સુંદર - રવીન્દ્ર જાડેજાના સ્થાને

કોઈએ ધાર્યું ન હતું પણ વિરાટ કોહલી અને રોહિત શર્માના સાથે સાથે રવીન્દ્ર જાડેજા પણ આ ફોર્મેટમાંથી સન્યાસ લઈ લેશે. હવે તેમની કક્ષાનો ઓલ રાઉંડર ભારત માટે શોધવો મુશ્કેલ છે. પરંતુ વોશિંગ્ટન સુંદર આ કામ કરી શકે છે. તેઓ ખૂબ જ કુશળ ખેલાડી માનવામાં આવે છે. તે એક પ્રભાવશાળી બોલિંગ ઓલ રાઉંડર છે. ત્યારે અક્ષર પટેલ પણ ટીમમાં આ ભૂમિકામાં છે, પરંતુ તેના બેકઅપ તરીકે સુંદરનું નામ મોખરે રહેશે. રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ સાથે હવે સુંદર માટે ટી-20 ટીમના દરવાજા ખુલી ગયા છે. સુંદરના IPL માં દેખાવની વાત કરવામાં આવે તો તેમણે 60 મેચમાં 37 વિકેટ લીધી છે અને તેના સાથે 116 ના સ્ટ્રાઈક રેટ સાથે 378 રન પણ બનાવ્યા છે.

આ પણ વાંચો : કુદરતી શક્તિ સામે લાચાર થઈ ટીમ ઈન્ડિયા, બાર્બાડોસમાં ફસાયા આપણા ખેલાડીઓ

Tags :
Advertisement

.