IFFCO બાદ Gujcomasol મામલે હલચલ, દિલીપ સંઘાણી ફરી બળવો કરશે?
- ત્રણ ટર્મથી દિલીપ સંઘાણી ગુજકોમાસોલના ચેરમેન
- ભાજપ દ્વારા રિપીટ કરવામાં ન આવે તો બળવાની વકી
- સહકારી સંસ્થાઓમાં ભાજપનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે
Ahmedabad News : Gujarat માં હાલમાં સહકારી સંસ્થાઓ મામલે રાજકીય ગરમી વધી છે. પછી તે ઉંઝાની ચૂંટણી હોય કે IFFCO ની ચૂંટણી હોય. તમામ કિસ્સાઓમાં સરકાર સામે બળવો ફુંકાયો છે. બળવાને ડામી દેવા માટે જ ખ્યાતનામ ભાજપને જ સહકારી ક્ષેત્રમાં નીચા જોવું પડે તેવું થાય છે. પછી તે ઇફ્કોમાં હોય કે ઉંઝાની ચૂંટણી હોય. ભાજપે આખરે નમતું જોખવું જ પડ્યું છે. પક્ષના મેન્ડેટ પર ચૂંટણી લડનારા હાર્યા જ છે.
આ પણ વાંચો : Vadodara મ્યુનિસિપલ કોર્પોરેશનની અનોખી સ્કીમ, એક જ દિવસમાં પૈસા ડબલ કરી આપશે
સહકારી સંસ્થાના કિંગ મેકર છે રાદડીયા-સંઘાણી
સહકારી સંસ્થાઓમાં બળવાના જનક એવા જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ હવે ગુજકોમાસોલ મામલે મોટી જાહેરાત કરી દીધી છે. ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થામાં 2025 ની શરૂઆતમાં જ ચેરમેન અને વાઇસ ચેરમેન મામલે ચૂંટણી થઇ શકે છે. ગુજકોમાસોલમાં હાલ દિલીપ સંઘાણી ચેરમેન પદે છે. જ્યારે બિપીન ગોતા વાઇસ ચેરમેન પદ પર છે. આ બંન્નેની ટર્મ પુરી થઇ રહી હોવાના કારણે જાન્યુઆરીમાં ગુજકોમાસોલમાં ચૂંટણી થાય તેવી શક્યા છે.
આ પણ વાંચો : Gujarat: બ્રિટનમાં પત્નીને શાકભાજીની જેમ કાપી નાખનાર હત્યારાને સુરત લવાયો
ગુજકોમાસોલ અને ઇફ્કો સંભાળી રહ્યા છે સંઘાણી
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલીપ સંઘાણી છેલ્લી ત્રણ ટર્મથી ગુજકોમાસોલ સંભાળી રહ્યા છે. તેઓ ગુજકોમાસોલ ઉપરાંત ઇફ્કોના પણ ચેરમેન છે. તેવામાં હવે ચોથી વખત સંઘાણીને રિપીટ કરવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચા ચાલુ થઇ છે. જો પક્ષ દ્વારા રિપીટ કરવામાં ન આવે તો ફરી એકવાર તેઓ બળવો કરી શકે કે કેમ તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો : Oscar 2025 ની રેસમાંથી 'Laapataa Ladies' બહાર, ભારતીય ચાહકો નિરાશ