Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Plane : ...આજે અચાનક શેખ હસીનાનું વિમાન કઇ તરફ ઉડ્યું....?

શેખ હસીનાના વિમાને ગાઝીયાબાદથી ફરી ઉડાન ભરી શેખ હસીના આ પ્લેનની અંદર છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી ભારતીય એજન્સીઓની બાંગ્લાદેશના ડેવલપમેન્ટ પર ચાંપતી નજર Plane : બાંગ્લાદેશથી ભારત આવ્યા બાદ શેખ હસીનાનું વિમાન (Plane) આજે...
plane      આજે અચાનક શેખ હસીનાનું વિમાન કઇ તરફ ઉડ્યું
  • શેખ હસીનાના વિમાને ગાઝીયાબાદથી ફરી ઉડાન ભરી
  • શેખ હસીના આ પ્લેનની અંદર છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી
  • ભારતીય એજન્સીઓની બાંગ્લાદેશના ડેવલપમેન્ટ પર ચાંપતી નજર

Plane : બાંગ્લાદેશથી ભારત આવ્યા બાદ શેખ હસીનાનું વિમાન (Plane) આજે સવારે 9 વાગે ફરીથી રવાના થયું હતું. પ્લેને ગાઝિયાબાદના હિંડન એરબેઝ પરથી ઉડાન ભરી હતી. ભારતીય એજન્સીઓ બાંગ્લાદેશના ડેવલપમેન્ટ પર ચાંપતી નજર રાખી રહી છે. પ્લેન ક્યાં જઈ રહ્યું છે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. શેખ હસીના ગઈકાલે આ વિમાન દ્વારા ભારત આવ્યા હતા. શેખ હસીના આ પ્લેનની અંદર છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી.જો કે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ વિમાનમાં 7 અધિકારી હતા પણ વિમાનમાં શેખ હસીના બેઠા નથી. હિંડન એરબેઝ પર સવારે વીવીઆઇપી ગાડીઓનો મોટો કાફલો જોવા મળ્યો હતો

Advertisement

શેખ હસીના સોમવારે સાંજે ગાઝિયાબાદ આવ્યા હતા

ભારે વિરોધ વચ્ચે શેખ હસીનાએ સોમવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, તે ઢાકાથી અગરતલા થઈને ગાઝિયાબાદના હિંડન એરબેઝ આવ્યા હતા. તેમનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સોમવારે સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યું હતું.

આ પણ વાંચો----Breaking : બાંગ્લાદેશમાં હિન્દુઓના મકાન અને મંદિર સળગાવાયા

Advertisement

અજીત ડોભાલે શેખ હસીના સાથે મુલાકાત કરી હતી

રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ પહોંચતા જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ શેખ હસીનાને મળ્યા હતા. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના ભારત સાથે સારા સંબંધો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે શેખ હસીના લંડન નથી જઈ રહ્યા. તેણી અહીં જ રહેશે.

Advertisement

શેખ હસીનાના વિમાને ગાઝિયાબાદથી ઉડાન ભર્યું

દરમિયાન, શેખ હસીનાના વિમાને મંગળવારે સવારે હિંડન એરબેઝ પરથી ઉડાન ભરી હતી. તેણી ક્યાં જઈ રહી છે તે કોઈને ખબર નથી. શેખ હસીના પ્લેનની અંદર બેઠી છે કે નહીં તેની પણ કોઈને ખબર નથી.

બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિ

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં અનામત વિરોધી હિંસક પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાનું પીએમ પદ પરથી અચાનક રાજીનામું અને દેશ છોડવાથી ત્યાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. બાંગ્લાદેશની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ મુદ્દે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ પણ વાંચો----પિતા સહિત ફેમિલીના 17 સભ્યોની હત્યા અને Sheikh Hasina માટે ભારત બન્યું..

Tags :
Advertisement

.