Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્કૂટર બાદ હવે ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા Rahul Gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો તાજેતરમાં સામે આવી રહ્યો છે જેમા તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ઘણા બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક તે દિલ્હી યુનિવર્સિટીના...
સ્કૂટર બાદ હવે ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા rahul gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો તાજેતરમાં સામે આવી રહ્યો છે જેમા તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ઘણા બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક તે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળી રહ્યા છે તો ક્યારેક સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનોને. હાલમાં ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા તે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, રાહુલ દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી.

Advertisement

રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી મુસાફરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાથી લોકોમાં ખૂબ જ સક્રિય છે. આ દિવસોમાં રાહુલના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં તે ક્યારેક કોલેજના વિદ્યાર્થીઓ સાથે જમતા જોવા મળે છે તો ક્યાંક તે ડિલિવરી બોય સાથે લંચ કરતા જોવા મળે છે. હવે રાહુલ ગાંધીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. રાહુલનો ટ્રકમાં મુસાફરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા અનુસાર રાહુલ અંબાલામાં ટ્રક ડ્રાઈવરોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્રાઈવરોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

રાહુલ કરશે અમેરિકાનો પ્રવાસ

હાલમાં જ લંડનની મુલાકાતે ગયેલા રાહુલ હવે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે અને એક બેઠકમાં હાજરી આપશે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે રવિવારે માહિતી આપી હતી કે રાહુલ સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન અને ન્યૂયોર્કની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ ભારતીય અમેરિકનોની બે બેઠકોને સંબોધિત કરશે, સંસદ ભવનમાં સંસદો અને થિંક ટેન્કના સભ્યોને મળશે. આ સાથે તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી શકે છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

રાહુલ ગાંધી ટ્રક ડ્રાઈવરોના મનની વાત સાંભળે છે...

મહત્વનું છે કે, રાહુલ ગાંધી ટ્રકમાં સવાર થઈને દિલ્હીથી ચંદીગઢ જવા રવાના થયા હતા. આ દરમિયાન રાહુલે અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે બેઠક પણ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ડ્રાઈવરોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને પણ સમજવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલના ટ્રક રાઈડના વીડિયો સિવાય ઘણા ફોટા પણ સામે આવ્યા છે, જેમાં તે ટ્રકની અંદર બેઠા જોવા મળી રહ્યા છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસે વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે, "રાહુલ ગાંધી મોડી રાત્રે ટ્રકમાં સવાર થઈને ટ્રક ડ્રાઈવરોના મનની વાત સાંભળે છે."

રાહુલ ગાંધી વિશે શું કહે છે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત?

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ લોકપ્રિયતા વધી છે, વળી કર્ણાટકમાં શાનદાર જીત બાદ તેમની ઈમેજમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે રાહુલનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે, રાહુલ ગાંધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા યુવાનો, ખેડૂતો, ડિલિવરી પાર્ટનર્સ, બસોમાં સામાન્ય નાગરિકો અને હવે અડધી રાત્રે ટ્રક ડ્રાઈવરોને કેમ મળી રહ્યા છે? કારણ કે તે આ દેશના લોકોની વાત સાંભળવા માંગે છે, તેમના પડકારો અને સમસ્યાઓ સમજવા માંગે છે. તેમને આમ કરતા જોઈને એક આસ્થા દેખાઈ આવે છે, કોઈ તો છે જે લોકોની સાથે ઉભું છે, કોઈ છે જે તેમની સારી આવતીકાલ માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે. કોઈ છે જે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યું છે. અને ધીમે ધીમે એ સમજાઈ રહ્યું છે કે આ દેશ પ્રેમ અને શાંતિના માર્ગ પર પાછો ફરવા માંગે છે, ધીરે ધીરે આ દેશ આખરે રાહુલ ગાંધી સાથે આગળ વધવા લાગ્યો છે.

આ પણ વાંચો - બ્રિજભૂષણના નાર્કો ટેસ્ટ ચેલેન્જને કુસ્તીબાજોએ સ્વીકાર્યો, કહ્યું- અમે તૈયાર છીએ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.