Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: 33 લોકો હોમાયા બાદ સુરતના તંત્રની આંખો ખુલી, 10 ગેમ ઝોનને કર્યા સીલ

Surat: રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અત્યારે સુરત કાર્યવાહી કરવામાં આવી રહીં છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર અચાનક હરકતમાં આવ્યું છે.નોંધનીય છે કે, 33 લોકો હોમાયા બાદ સુરતના તંત્રને બ્રહ્મજ્ઞાન આવ્યું છે....
10:16 AM May 27, 2024 IST | VIMAL PRAJAPATI
Surat

Surat: રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અત્યારે સુરત કાર્યવાહી કરવામાં આવી રહીં છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર અચાનક હરકતમાં આવ્યું છે.નોંધનીય છે કે, 33 લોકો હોમાયા બાદ સુરતના તંત્રને બ્રહ્મજ્ઞાન આવ્યું છે. અત્યારે સુરતમાં 11 ગેમઝોન, છ નાના પ્લે એરિયા સ્થળ ઉપરાંત ચાર મેળા એક સર્કસ અને એક જાદુગર શો પર ચકાસણી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગરૂપે ચકાસણી દરમિયાન 11 ગેમ ઝોન પૈકી 10 ગેમ ઝોનને સીલ કર્યા છે.

સલામતીને લગતા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી

નોંધનીય છે કે, છ પ્લે એરીયા, ચાર મેળા, એક જાદુગર અને એક સર્કસને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થળ તપાસ દરમિયાન ફાયર સેફ્ટી, એન્ટ્રી એક્ઝિટ રુટ, BU પરમિશન, પાવર લોડ, જરૂરિયાત મુજબ એનઓસી અને અન્ય સલામતીને લગતા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે આટલા વર્ષોથી ચાલતા ગેમ ઝોન પર અચાનક તપાસ કરાતા 11 માંથી 10 ને બંધ કરાવવાની નોબત આવી છે. પરંતુ શું એનો મતલબ એવો છે કે, રાજકોટમાં ઘટના ન બની હોત તો સુરતના આ તમામ ગેમઝોન પણ મોતના ગેમઝોન બનીને શરૂ રહ્યા હોત?

રાજકોટમાં અગ્નિકાંડ બન્યો તો તંત્ર શરૂ કરી કાર્યવાહી

કહેવાનો અર્થ એ છે કે, શું તંત્ર કોઈનો જીવ જાય તો જ કાર્યવાહી કરશે? અત્યારે સરકારી તંત્ર પર અનેક સવાલો થઈ રહ્યા છે. કારણે કે, આ તો રાજકોટમાં અગ્નિકાંડ બન્યો છે તે માટે થઈને તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. પરંતો આ અગ્નિકાંડ ના બન્યો હોત તો? શું તંત્રની જવાબદારી નથી કે રાજ્યમાં ચાલકા આવા ગેમઝોનની સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે? તો શું તંત્ર દર વખતે કોઈના મોત પછી જ કાર્યવાહી કરશે? ખેર આ બધી કાર્યવાહી તો થઈ રહીં છે.

આ પણ વાંચો: Rajkot: વેપારીઓ બંધ પાળશે, બાર એસોશિયનના વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

આ પણ વાંચો:  Rajkot TRP Game Zone : અત્યાર સુધી શું થયું તે જાણો એક ક્લિક પર…!

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં હજી બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં રહેશે ઓરેન્જ એલર્ટ

Tags :
GameZone TragedyRajkot Gamezonerajkot gamezone fireRajkot Gamezone fire incidentSuratSurat citySurat Game ZoneSurat Latest NewsSurat newsVimal Prajapati
Next Article