25 વર્ષ બાદ Pakistan એ પોતાની ભૂલ સ્વીકારી, જાણો શું હતો સમગ્ર મામલો...
પાકિસ્તાન (Pakistan)ના ભૂતપૂર્વ PM નવાઝ શરીફે મંગળવારે સ્વીકાર્યું કે ઇસ્લામાબાદે 1999 માં તેમના અને ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયી દ્વારા હસ્તાક્ષર કરાયેલ ભારત સાથેના કરારનું 'ભંગ' કર્યું છે. તેમણે આ વાત કારગીલમાં જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા કરવામાં આવેલા હુમલાના સ્પષ્ટ સંદર્ભમાં કહી હતી. સત્તાધારી પાકિસ્તાન (Pakistan) મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પાર્ટીની જનરલ કાઉન્સિલને સંબોધતા શરીફે કહ્યું, '28 મે, 1998 ના રોજ પાકિસ્તાને (Pakistan) પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તે પછી વાજપેયી સાહેબ અહીં આવ્યા અને અમારી સાથે કરાર કર્યો, પરંતુ અમે તે કરારનો ભંગ કર્યો. તે અમારી ભૂલ હતી.
સમજૂતીના થોડા દિવસો બાદ જ ઘૂસણખોરી થઈ હતી...
શરીફ અને વાજપેયીએ 21 ફેબ્રુઆરી, 1999 ના રોજ લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતાના વિઝનની વાત કરતી આ સમજૂતીએ એક મોટી સફળતાનો સંકેત આપ્યો હતો, પરંતુ થોડા મહિનાઓ પછી જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં પાકિસ્તાની (Pakistan) ઘૂસણખોરીએ કારગિલ યુદ્ધ તરફ દોરી ગયું.
બિલ ક્લિન્ટને પૈસાની ઓફર કરી હતી...
પાકિસ્તાન (Pakistan)ના પરમાણુ પરીક્ષણોની 26 મી વર્ષગાંઠની ઉજવણી વચ્ચે શરીફે કહ્યું, 'રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાન (Pakistan)ને પરમાણુ પરીક્ષણો કરવાથી રોકવા માટે પાંચ અબજ યુએસ ડોલરની ઓફર કરી હતી, પરંતુ મેં ના પાડી દીધી હતી. જો મારી સીટ પર (ભૂતપૂર્વ PM) ઈમરાન ખાન જેવી વ્યક્તિ હોત તો તેણે ક્લિન્ટનની ઓફર સ્વીકારી હોત.
શરીફ PML-N ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા...
નવાઝ શરીફ મંગળવારે સત્તાધારી પાકિસ્તાન (Pakistan) મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના અધ્યક્ષ તરીકે “બિનહરીફ” ચૂંટાયા હતા. પનામા પેપર્સ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પદ છોડવાની ફરજ પડેલા શરીફ છ વર્ષ બાદ આ પદ પર ચૂંટાયા છે. ત્રણ વખતના PM નવાઝ શરીફ (74) બ્રિટનમાં ચાર વર્ષના સ્વ-નિવાસ પછી ગયા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાન (Pakistan) પરત ફર્યા હતા. PML-N ના ચૂંટણી કમિશનર રાણા સનાઉલ્લાહે જનરલ કાઉન્સિલને જણાવ્યું હતું કે પાર્ટીના અધ્યક્ષ પદ માટે માત્ર નવાઝને નોમિનેટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Sri Lanka એ ભારતમાં ધરપકડ કરાયેલા ચાર ISIS આતંકવાદીઓના આકાઓ પર સકંજો કસ્યો…
આ પણ વાંચો : Asian water buffalo: કાર અને ઘોડા પર નહીં પણ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે આ દેશની પોલીસ
આ પણ વાંચો : USA : આ પોર્નસ્ટારને લાગી રહ્યો છે ડર, જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો…