Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનની સર્જીકલ સ્ટ્રાઈકનો જવાબ આપતા અફઘાનિસ્તાને કરી Air Strikes

Air Strikes : આજે દુનિયામાં યુદ્ધનો માહોલ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન (Russia-Ukraine) બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ (Israel-Palestine war)  બાદ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Afghanistan and Pakistan) વચ્ચે યુદ્ધ (War) શરૂ થઇ ગયું છે. જીહા, પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર surgical...
10:29 AM Mar 19, 2024 IST | Hardik Shah
Air Strikes in Pakistan

Air Strikes : આજે દુનિયામાં યુદ્ધનો માહોલ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન (Russia-Ukraine) બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ (Israel-Palestine war)  બાદ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Afghanistan and Pakistan) વચ્ચે યુદ્ધ (War) શરૂ થઇ ગયું છે. જીહા, પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર surgical strike કરી દીધી છે. જેનો અફઘાનિસ્તાને પણ હવે જવાબ આપ્યો છે. જણાવી દઇએ કે, સોમવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના આંતરિક વિસ્તારોમાં હવાઈ હુમલા (air strikes) કર્યા હતા, જેનો અફઘાનિસ્તાને જવાબ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા (air strikes) બાદ તાલિબાને પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી છે, જોકે કેટલું નુકસાન થયું છે તેની માહિતી સામે આવી નથી.

પાકિસ્તાનને અફઘાનિસ્તાને આપ્યો વળતો જવાબ

મીડિયા અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાનની ખામા પ્રેસે તાલિબાનના નેતૃત્વ હેઠળના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું કે અફઘાનિસ્તાને પાકિસ્તાનના હવાઈ હુમલાનો જવાબ આપ્યો છે. તાલિબાન દળોએ ડ્યુરન્ડ લાઇન પાસે પાકિસ્તાનની સૈન્ય ચોકીઓ પર ભારે હથિયારો વડે હુમલો કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે અફઘાનિસ્તાનના સુરક્ષા દળો કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે. અમે કોઈપણ સંજોગોમાં અમારી પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા સક્ષમ છીએ. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલા બાદ દાંડ પાટણના લોકોએ પોતાના ઘર ખાલી કરી દીધા હતા. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના ખોસ્ત અને પાકિતા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા બાદ તાલિબાન અને પાકિસ્તાનની સશસ્ત્ર દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ બધું જ સોમવારે શરૂ થયું જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં 7 તાલિબાન માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા બાદ પાકિસ્તાને બે આતંકવાદી ઠેકાણાઓ પર આ સર્જિકલ સ્ટ્રાઈક કરી. આ માટે બે પ્રાંતોને નિશાન બનાવવામાં આવ્યા.

પાકિસ્તાને તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘૂસીને તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ એર સ્ટ્રાઈક પાકિસ્તાનની સરહદે આવેલા ખોસ્ત અને પાકિતા પ્રાંતમાં બે અલગ-અલગ સ્થળોએ કરવામાં આવી. મીડિયા આઉટલેટ ખોરાસનના રિપોર્ટ અનુસાર, પાકિટામાં સર્જિકલ સ્ટ્રાઈકમાં તાલિબાન કમાન્ડર અબ્દુલ્લા શાહના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે શાહ માર્યા ગયા છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની સેનાના આ હવાઈ હુમલામાં શાહનું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. ખોરાસાન અનુસાર, આ માર્યા ગયેલા તાલિબાન આતંકવાદીઓ હાફિઝ ગુલબહાદર જૂથના છે જેઓ પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં આર્મી કેમ્પ પર હુમલામાં સામેલ હતા. 16 માર્ચની વહેલી સવારે, આ તાલિબાની આતંકવાદીઓએ આર્મી બેઝ કેમ્પ પર હુમલો કર્યો અને વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે પોસ્ટને ટક્કર મારી. આ ભયાનક વિસ્ફોટમાં 5 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

હુમલા બાદ અફઘાનિસ્તાને શું કહ્યું?

અફઘાનિસ્તાનની વચગાળાની સરકારના એક વરિષ્ઠ અધિકારીએ હુમલા અંગે માહિતી આપતા કહ્યું કે, પાડોશી દેશે પાકિસ્તાનની સરહદે આવેલા દેશના પક્તિકા અને ખોસ્ત પ્રાંતના વિસ્તારોને નિશાન બનાવવાનું કામ કર્યું. આ હુમલા બાદ પાકિસ્તાન મૌન હતું પરંતુ તાલિબાનોએ હુમલાનો જવાબ આપ્યો હતો. 'ડોન' અખબાર દ્વારા આપવામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે પાકિસ્તાની વિમાનો દ્વારા હુમલાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો - Afghanistan : બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત, 21 લોકોના મોત…

આ પણ વાંચો - Israel-Hamas War : ‘ગાઝામાં સ્થિતિ ભયંકર છે, લોકો ભૂખથી મરી રહ્યા છે…’, US વાઇસ પ્રેસિડેન્ટે યુદ્ધવિરામની માંગ કરી…

આ પણ વાંચો - Israel Hamas War : યુદ્ધમાં ઈઝરાયલને મળી મોટી સફળતા! હમાસનો બીજા ક્રમનો ટોચનો લીડરને કર્યો ઠાર

Tags :
AfghanistanAir StrikesAir Strikes in AfghanistanGujarat FirstPakistanpakistan afghanistan newspakistan afghanistan relationspakistan afghanistan taliban newsPakistan AirstrikesPakistan's surgical strikepaksitan air strike in afghanistansurgical striketalibanTaliban News
Next Article