Priyanka Chopra એ 6 વર્ષ બાદ બોલીવૂડમાં પરત ફરશે, આ ફિલ્મનો લીડ રોલ મળ્યો
- Rajamouli ની આગામી ફિલ્મ SSMA29 પસંદ કરવામાં આવી
- આ મેગા બજેટવાળી ફિલ્મનો ભાગ Priyanka Chopra
- 6 મહિનામાં Rajamouli અને પ્રિયંકાની થઈ ઘણી મુલાકાત
Actress Priyanka Chopra : Actress Priyanka Chopra એ ગ્લોબલ આઈકોન બની ગઈ છે. હવે, તે આંતરાષ્ટ્રીય સ્તરે ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી રહી છે. છેલ્લલા ઘણા વર્ષોથી તેણીએ બોલીવૂડની કોઈ ફિલ્મમાં મુખ્ય લીડ રોલ તરીકે કામ કર્યું નથી. પરંતુ ભારતમાં રહેલા તેણીના ચાહકો માટે એક ખાસ સમચાર સામે આવ્યા છે. તેના અંતર્ગત Actress Priyanka Chopra એ ભારતની સૌથી મોંઘી ફિલ્મ અને ભારતના દિગ્ગજ નિર્દેશક સાથે કામ કરવા જઈ રહી છે.
Rajamouli ની આગામી ફિલ્મ SSMA29 પસંદ કરવામાં આવી
એક બોલીવૂડ રિપોર્ટ મુજબ, તાજેતરમાં Priyanka Chopra એ એક ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યો હતો કે તે બોલીવુડમાં પુનરાગમન કરી શકે છે. તો એવા સમાચાર સામે આવ્યા છે કે, Priyanka Chopra એ બાહુબલી અને RRR ના નિર્દેશક એસએસ S.S. Rajamouli ની આગામી ફિલ્મ SSMA29 માટે લીડ રોલમાં પસંદ કરવામાં આવી છે. આ માટે Priyanka Chopra સાથે S.S. Rajamouli એ અગાઉ પણ વાત કરી હતી.
આ પણ વાંચો: Actress Urmila Kothare ની કારે કચડી નાખ્યા બે મજૂરો, અને અભિનેત્રી....
LOCKED..!!
Mahesh Babu - Priyanka Chopra - Prithviraj Sukumaran - SS Rajamouli #SSRMB #SSMB29 pic.twitter.com/M7IGZb0dkj
— Gulte (@GulteOfficial) December 27, 2024
આ મેગા બજેટવાળી ફિલ્મનો ભાગ Priyanka Chopra
જોકે S.S. Rajamouli ની આ ફિલ્મનું બજેટ આશરે 1000 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મને મુખ્યત્વે જંગલોમાં શૂટ કરવામાં આવી છે. તે ઉપરાંત S.S. Rajamouli માટે તેમની કારકિર્દીની આ સૌથી મનપસંદ ફિલ્મ છે. તો આ ફિલ્મને બનાવવા માટે તેઓ વર્ષોથી મહેનત કરી રહ્યા હતા. ત્યારે હવે, આ મેગા બજેટવાળી ફિલ્મનો ભાગ Priyanka Chopra પણ હશે.
6 મહિનામાં Rajamouli અને પ્રિયંકાની થઈ ઘણી મુલાકાત
આ 1000 કરોડની ફિલ્મની વાર્તા પ્રથમ આફ્રિકન જંગલ એડવેન્ચર સ્ટોરી હશે જેમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ એક એક્સપ્લોરરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું કાસ્ટિંગ કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ એપ્રિલ 2025 માં શૂટિંગ માટે તૈયાર છે. આ ફિલ્મમાં મહેશ બાબુની સામે Priyanka Chopra ને કાસ્ટ કરવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં S.S. Rajamouli એ પ્રિયંકા સાથે ઘણી મુલાકાત કરી હતી અને હવે આ મામલો અંતિમ તબક્કામાં છે.
આ પણ વાંચો: Film Sikandar નું ટીઝર થયું રિલીઝ, ભાઈજાનના ડાયલોગએ લોકોના દિલ જીત્યા