Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતની છાતી ગજ ગજ ફૂલી ઉઠે તેવું નામ એટલે પ્રિયંકા બાસુ

છેલ્લા 21 વર્ષ થી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવીને એક મહિલા તરીકે સંગીતના ક્ષેત્રમાં અથાગ પ્રયત્નો, મજબૂત મનોબળ અને દિવસ રાતની જહેમત બાદ આગવી નામના મેળવનાર મહિલા - પ્રિયંકા બાસુ ( ગાયિકા, ગીતકાર, સંગીત રચયિતા અને ઇવેન્ટ મેનેજર ) સુભાષ ઘાઈના હસ્તે મંતવ્ય એવોર્ડ તથા રંગ ગુજરાતી ચેનલ દ્વારા, કેટલીક ખાનગી સંસ્થા અને ક્લબ દ્વારા, ફેસબુક પર સૌ પ્રથમ લાઈવ સંગીત શરુઆત માટે ગુજરાત મ્યુઝિàª
ગુજરાતની છાતી ગજ ગજ ફૂલી ઉઠે તેવું નામ એટલે પ્રિયંકા બાસુ
Advertisement
છેલ્લા 21 વર્ષ થી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવીને એક મહિલા તરીકે સંગીતના ક્ષેત્રમાં અથાગ પ્રયત્નો, મજબૂત મનોબળ અને દિવસ રાતની જહેમત બાદ આગવી નામના મેળવનાર મહિલા - પ્રિયંકા બાસુ ( ગાયિકા, ગીતકાર, સંગીત રચયિતા અને ઇવેન્ટ મેનેજર ) સુભાષ ઘાઈના હસ્તે મંતવ્ય એવોર્ડ તથા રંગ ગુજરાતી ચેનલ દ્વારા, કેટલીક ખાનગી સંસ્થા અને ક્લબ દ્વારા, ફેસબુક પર સૌ પ્રથમ લાઈવ સંગીત શરુઆત માટે ગુજરાત મ્યુઝિક એવોર્ડ મેળવી બિનગુજરાતી એ ગુજરાતીમાં આલ્બમ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
પ્રિયંકા બાસુનો જન્મ કલા પ્રેમી બંગાળી કુટુંબમાં થયો હતો અને ગળથૂથીમાં જ જાણે સંગીત મળ્યું હોઈ તેમ પ્રિયંકા બાસુને તેમના માતા-પિતા તરફથી સંગીતનો વારસો મળ્યો હતો બાળપણથી જ ડોકટર બનવાના સપના દેખતા દેખતા સંગીત પ્રત્યેનો પ્રેમ તેમને સંગીતની દુનિયામાં ખેંચી લાવ્યું અને સંગીત પ્રત્યે પ્રેમના હિસાબે સંગીતની દુનિયામાં ઝંપલાવ્યું.
બાર વર્ષ સુધી અમદાવાદની અગ્રણી સ્કૂલોમાં સંગીતની તાલીમ આપ્યા બાદ, પતિના પ્રોત્સાહનથી સંગીતના વ્યવસાયિક ક્ષેત્ર માં ઝંપલાવ્યું.વર્ષ 2007માં ઓલ ઇન્ડિયા રેડિયો પર આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરુઆત કરીને 2012માં પોતાની આગવી ક્લબની શરુઆત કરી હતી. કોવિડ - લોકડાઉન સમયગાળા દરમ્યાન જ્યારે બહાર શો થાય તેમ નહોતું ત્યારે તેઓએ ફ્રી ઓનલાઇન શો કરીને સંગીતને જીવંત રાખ્યું, સાથોસાથ જરૂરિયાત મંદ કલાકારોને રોજી અને 6 મહિના સુધી અનાજ અને દવાઓ પહોંચાડીને મદદરૂપ બન્યા હતા આમ સમાજથી મળેલ પ્રેમ અને સ્નેહનું રન પણ ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો તેમ ચોક્કસ પણે કહી શકાય.
પ્રિયંકા બાસુએ વર્ષ 2019માં પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના કરી અને યુરોપ, દુબઈ, સાઉથ આફ્રિકા તથા હોંગકોંગમાં પોતાના શો કર્યા. સંગીત રચયિતા તરીકે "વાહ વુમનીયા" નામની વેબ સિરીઝથી પદાર્પણ કર્યું અને પોતાની સફરને આગળ વધારી રવિન્દ્રનાથ ટાગોરની ગુજરાતી અને ઉર્દૂ ગીતોમાં સૌ પ્રથમવાર ઝાંખી આપીને ગુજરાત સંગીત નાટક એકેડેમીના કદરદાન બન્યા.
પ્રિયંકા બાસુ ૩ નોન સ્ટોપ ગરબાના આલ્બમ તથા બીજું ઘણું બધું રજૂ કરી ચૂક્યા છે અને ગુજરાતી અને રાજસ્થાની ફિલ્મમાં પોતાનો કંઠ આપી ચૂક્યા છે. સુભાષ ઘાઈના હસ્તે, મંતવ્ય તથા રંગ ગુજરાતી ચેનલ દ્વારા, કેટલીક ખાનગી સંસ્થા અને ક્લબ દ્વારા, ફેસબુક પર સૌ પ્રથમ લાઈવ સંગીત શરુઆત માટે ગુજરાત મ્યુઝિક એવોર્ડ તથા તાજેતરમાં આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમર્થન પામેલ પ્રાઈડ ઓફ ઇન્ડિયા જેવા નામાંકિત એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
 
તેઓની ઈચ્છા આપણા દેશના સંગીત અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તર પર લઈ જવાની છે. યુવાપેઢી માટે તેઓનું કહેવું છે કે તકની રાહ ના જોશો, તક ઊભી કરો.પ્રિયંકા બાસુની ગૌરવ ગાથા યુવા મહિલા ઓ માટે પ્રેરણાદાયી બની રહેશે.
Tags :
Advertisement

.

×