એક્ટ્રેસ Kangana Ranaut અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો! ભાવુક પોસ્ટ કરીને કહી આ વાત
- અભિનેત્રી Kangana Ranaut નાં નાનીજીનું નિધન થયું
- એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- નાનીજી મહિલાઓને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરશે : કંગના રનૌત
બોલિવૂડ એક્ટ્રેસ અને મંડીથી બીજેપી (BJP) સાંસદ કંગના રનૌતનાં (Kangana Ranaut) ઘરેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનાં નાની ઈન્દ્રાણી ઠાકુરનું (Indrani Thakur) નિધન થયું છે. તેમની ઉંમર 100 વર્ષથી વધુ હતી. આ દુ:ખદ ઘટનાથી એક્ટ્રેસના ઘરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેત્રી કંગના રનૌતે પોતે આ દુ:ખદ સમાચાર ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેણીએ પોતાનાં ચાહકોને નાનીમાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો - Film Kannappa માંથી પ્રભાસનો લૂક થયો લીક, આરોપીને પકડી પાડનારાને મળશે રુ. 5 લાખ
સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
સોશ્યિલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં કંગનાએ (Kangana Ranaut) લખ્યું કે, મારા નાનીજી ઈન્દ્રાણી ઠાકુરનું ગઈકાલે રાત્રે નિધન થયું છે. સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો. અભિનેત્રીએ તેની નાની સાથેની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા જ તેની નાનીએ પોતાના રૂમની જાતે સફાઈ કરી હતી. દરમિયાન, તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તે ઘણા દિવસો સુધી પથારીવશ રહ્યા હતા. આ ક્ષણ તેમના માટે ઘણી પીડાદાયક હતી. કંગનાએ લખ્યું કે, તેના નાની 100 વર્ષનાં હોવા છતાં પણ દરેક કામ પૂરા સમર્પણથી કરતા હતા. તે અમારા માટે એક પ્રેરણા હતા.
આ પણ વાંચો - Mrs. India Galaxy 2024 ની વિજેતા પણ લવ-જેહાદનો શિકાર, બીફ અને નમાઝ....
મારી નાનીજી એક અસાધારણ મહિલા હતા : Kangana Ranaut
આ સાથે કંગનાએ તેની નાનીએ પોતાનાં બાળકોને કેવી મુશ્કેલીઓ સાથે ઉછેર્યા તે વિશે પણ જણાવ્યું હતું. કંગનાએ લખ્યું કે, મારી નાનીજી એક અસાધારણ મહિલા હતા. તેમને 5 બાળકો હતા. નાનીજી પાસે મર્યાદિત સંસાધનો હતા, તેમ છતાં તેમણે તેમના તમામ બાળકોને સારી સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને સારો ઉછેર કર્યો. તેમનો આગ્રહ હતો કે તેમની પરિણીત દીકરીઓએ પણ નોકરી કરવી જોઈએ અને તેમની કારકિર્દી બનાવવી જોઈએ. તેમની દીકરીઓને સરકારી નોકરી મળી, જે તે દિવસોમાં એક દુર્લભ સિદ્ધિ હતી. કંગનાએ એમ પણ કહ્યું કે, તેના નાનીજી હંમેશા મહિલાઓને આગળ વધવા માટે પ્રેરિત કરશે. અભિનેત્રીએ લખ્યું કે, તેણીએ અદ્ભુત જીવન જીવ્યું અને દરેક માટે પ્રેરણા બની. ભલે મારી નાની આજે નથી, પણ તે હંમેશા અમારા DNA માં રહેશે. તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
આ પણ વાંચો - Ram Charan ની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ગેમ ચેન્જરનું ધાંસૂ ટીઝર થયું રિલીઝ