Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bollywood Controversy: અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારનો આલિયા ભટ્ટ પર ગંભીર આરોપ

આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા વિવાદમાં કન્ટેન્ટ અને સ્ટોરીને લઈને અનેક સવાલો ઉભા થયા દિવ્યાનો આરોપ છે કે 'જીગરા' ની વાર્તા તેની ફિલ્મ ' સાવી 'જેવી છે Bollywood Controversy : બોલિવુડમાં ઉભા થયેલા એક વિવાદે (Bollywood Controversy) ભારે હલચલ મચાવી...
bollywood controversy  અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારનો આલિયા ભટ્ટ પર ગંભીર આરોપ
Advertisement
  • આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા વિવાદમાં
  • કન્ટેન્ટ અને સ્ટોરીને લઈને અનેક સવાલો ઉભા થયા
  • દિવ્યાનો આરોપ છે કે 'જીગરા' ની વાર્તા તેની ફિલ્મ ' સાવી 'જેવી છે

Bollywood Controversy : બોલિવુડમાં ઉભા થયેલા એક વિવાદે (Bollywood Controversy) ભારે હલચલ મચાવી દીધી છે. તાજેતરમાં રિલીઝ થયેલી અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા વિવાદમાં ફસાઇ છે. ફિલ્મની રિલીઝ પહેલા જ તેની કન્ટેન્ટ અને સ્ટોરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. જેના કારણે ફિલ્મના કલેક્શન પર પણ અસર પડી છે. બીજી તરફ ટી-સિરીઝના માલિક દિવ્યા ખોસલા કુમારે પણ આલિયા પર નિશાન સાધ્યું છે. દિવ્યાનો આરોપ છે કે જીગરાની વાર્તા તેની ફિલ્મ સાવી જેવી છે. તેણે ચાર દિવસ પહેલા એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં થિયેટરની અંદરની સીટો ખાલી જોવા મળી હતી. તેણે લખ્યું હતું કે આલિયાએ પોતે જ જીગરાની તમામ ટિકિટ ખરીદી હતી અને ખોટા કલેક્શનની જાહેરાત કરી હતી.

હવે વિવાદ વધી ગયો

'સાવી' અને 'જીગરા' વચ્ચેનો વિવાદ અટકતો જણાતો નથી. હાલમાં ભારે ચર્ચા જાગી છે. કરણ જોહરે દિવ્યાના આરોપોનો જવાબ તેની એક ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા આપ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે મૂર્ખને ચુપ રહી જવાબ આપવો વધુ સારું છે. દિવ્યા ખોસલાએ તરત જ આનો જવાબ આપ્યો, 'સત્ય હંમેશા તેની સામે ઊભેલા મૂર્ખોને નારાજ કરશે.' હવે આ એપિસોડમાં મામલાને આગળ વધારતા દિવ્યા ખોસલા કુમારે કરણ જોહર પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રીનો દાવો છે કે કરણ જોહરે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પી.આર. પાસે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાવ્યો છે

Advertisement

Advertisement

દિવ્યાનું શું કહેવું છે?

દિવ્યા ખોસલા કુમારે કહ્યું, 'આજે જ્યારે હું મારા વિચારો વ્યક્ત કરું છું, ત્યારે શ્રી કરણ જોહર મને ચૂપ કરવા માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે. શું અનૈતિક પ્રથાઓ દર્શાવવા માટે સ્ત્રીને મૂર્ખ કહેવું યોગ્ય છે? જો મારી સાથે આવું થઈ રહ્યું છે તો ઈન્ડસ્ટ્રીમાં નવા લોકોનું શું થશે? અહીં કોઈ રાજા નથી અને મારી સાથે કોઈ વસ્તુ જેવો વ્યવહાર કરી શકાતો નથી. અન્ય ઘણા અપમાનજનક શબ્દો હતા જેનો ઉપયોગ તેમના PR લેખોમાં કરવામાં આવ્યો હતો અને મારા સ્ટેન્ડ લેવાને PR સ્ટંટ કહેવામાં આવતું હતું. માફ કરશો, મને આની જરૂર નથી. હું પહેલેથી જ પ્રખ્યાત છું.

આવો જાણીએ 'જીગરા'ને લઈને કયા કયા વિવાદો થયા છે

દિવ્યા ખોસલા પર ફિલ્મ નિર્માતા અને ટી-સીરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની અને અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે કરણ જોહર પર તેમની ફિલ્મ સાવીની વાર્તા ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે દિવ્યાએ જીગરાના ખાલી થિયેટરની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આમાં તેણે લખ્યું હતું કે આલિયાએ તેની ફિલ્મની ટિકિટ ખરીદી અને નકલી કલેક્શન જાહેર કર્યું.

divya-khosslas-pr-team-claims

દિવ્યા ખોસલાની PR ટીમની પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો

એક યુઝરે દિવ્યા ખોસલાની PR ટીમની પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં ટીમે દાવો કર્યો હતો કે દિવ્યાની ફિલ્મ સાવીમાંથી જીગરાની સ્ટોરી ચોરાઈ છે. નોટમાં આલિયા ભટ્ટ પર ઘણા આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું - આલિયાના કાકા અને નિર્માતા મુકેશ ભટ્ટે હોલીવુડ ફિલ્મ 'ધ નેક્સ્ટ થ્રી ડેઝ'ના રાઈટ્સ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તે સમયે બંને ભટ્ટ ભાઈઓ સાથે હતા. આલિયાને આ વાતની ખબર હતી. પરંતુ જ્યારે બંને ભાઈઓ અલગ થઈ ગયા ત્યારે આલિયાએ પટકથા અન્ય પ્રોડક્શન હાઉસને આપી હતી.

આ પણ વાંચો---સિંધી બિઝનેસમેન સાથે લગ્ન કરશે Shraddha Kapoor? ફેન્સને મળી હિન્ટ

આલિયાએ કાકાને દગો આપ્યો હોવાનો આરોપ

નોંધમાં આગળ લખવામાં આવ્યું હતું કે - મુકેશ ભટ્ટ દિવ્યા ખોસલા સાથે સાવી ફિલ્મ બનાવી રહ્યા હતા. આ દરમિયાન આલિયાએ તેની ફિલ્મ જીગરાની જાહેરાત કરી હતી. આ દરમિયાન મુકેશ ભટ્ટને ખબર પડી કે આલિયાની ફિલ્મ બિલકુલ તેની ફિલ્મ સાવી જેવી છે. ફરક માત્ર એટલો છે કે પતિ-પત્નીને બદલે ભાઈ-બહેનનો એંગલ સામેલ કરવામાં આવ્યો છે. આલિયા પોતાને દેશની સૌથી મોટી એક્ટ્રેસ કહે છે, પરંતુ પોતાના 72 વર્ષીય કાકાને દગો આપતા પહેલા વિચાર્યું ન હતું. જોકે, બાદમાં દિવ્યા ખોસલાની પીઆર ટીમે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

ફિલ્મ જીગરાના ડાયરેક્ટર વાસન બાલાનું નિવેદન

ફિલ્મ જીગરાના ડાયરેક્ટર વાસન બાલાના એક નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમણે ફિલ્મની સ્ટોરી કરણ જોહરને રફ આઈડિયા સાથે મેઈલ કરી હતી. પણ કરણે પૂછ્યા વગર જ આલિયાને મોકલી દીધી. વાસન બાલાના આ નિવેદન બાદ કરણ જોહર સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો હતો.

 

મણિપુરી અભિનેતાએ 'જીગરા'ના નિર્માતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા

મણિપુરી અભિનેતાએ 'જીગરા'ના નિર્માતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, આલિયાની ફિલ્મ જીગરાને લઈને જૂના વિવાદો હજુ અટક્યા નથી. આવી સ્થિતિમાં તેમાં એક નવો વિવાદ ઉમેરાયો હતો. હવે મણિપુરના અભિનેતા બિજોઉ થંગજામે ફિલ્મના નિર્માતાઓ પર 'અનપ્રોફેશનલ' વર્તનનો આરોપ લગાવ્યો છે. ફિલ્મની ટીમે તેને 2023માં ઓડિશન આપ્યું અને તેને ડિસેમ્બરમાં શૂટ માટે ઉપલબ્ધ થવા કહ્યું. તે મેકર્સ તરફથી કોઈ અપડેટની રાહ જોતો રહ્યો. પરંતુ તેઓને કોઈ માહિતી મળી ન હતી. આ બાબતે તેણે બીજા પ્રોજેક્ટ પણ છોડી દીધા અને જીગરામાં પણ તેને રોલ મળ્યો નહીં.

આ પણ વાંચો---મધ્યપ્રદેશની નિકિતા પોરવાલ બની Miss India 2024

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×