Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Keshod: રાજય પુરવઠા વિભાગ અને SMCની કાર્યવાહી, તંત્ર પર વ્હાલા દવલાની નીતિના આક્ષેપ

Keshod: રાજ્યમાં અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં ચાલતી ગેરકાનૂની ગતિવિધિઓ સામે કડક વલણ અપનાવી કાર્યવાહી પણ થઈ રહીં છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેશોદ શહેરમાં એલડીઓ ડિઝલ પંપ પર રેડ પાડવામાં આવી છે. અહીં રાજય પુરવઠા...
keshod  રાજય પુરવઠા વિભાગ અને  smcની કાર્યવાહી  તંત્ર પર વ્હાલા દવલાની નીતિના આક્ષેપ

Keshod: રાજ્યમાં અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં ચાલતી ગેરકાનૂની ગતિવિધિઓ સામે કડક વલણ અપનાવી કાર્યવાહી પણ થઈ રહીં છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેશોદ શહેરમાં એલડીઓ ડિઝલ પંપ પર રેડ પાડવામાં આવી છે. અહીં રાજય પુરવઠા વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, મોનીટરીંગ સેલે દરોડ દરમિયાન રાધે ટ્રેડિંગ બાયોડિઝલ પંપનો સીઝ કરીને 41 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

Advertisement

રાધે ટ્રેડિંગ બાયોડિઝલ પંપનો સીઝ કરીને 41 લાખનો મુદામાલ જપ્ત

નોંધનીય છે કે, એક જ બાયોડિઝલ પંપ પર વારંવાર દરોડા પાડવાની કાર્યવાહી થતાં રાજકીય હસ્તક્ષેપ કરાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. કેશોદ (Keshod) તાલુકાના પીપળી ગામના સરપંચ મુળુભાઈ રાવલિયાએ વ્હાલાં દવલાની નીતિ રાખવામાં આવતી હોવાનો અને તંત્ર દ્વારા મોટી રકમ ઉઘરાવાતી હોવાના આક્ષેપ કર્યો છે. આ સાથે આક્ષેપ કરીને રાજયના સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય સાથે કરી ટેલિફોનીક વાતચીત કરીને વિગતો પણ જણાવી હતી.

સરપંચે ટેલિફોનીક વાતમાં તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા

તમને જણાવી દઇએ કે,સરપંચ મુળુભાઈ રાવલિયાએ સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી સાથે વાત કરતા કહ્યું કે, કેશોદ શહેર આસપાસ અસંખ્ય એલડીઓ ડિઝલ પંપ ચાલી રહ્યા છે, પરંતુ અહીં માત્ર એક જ પંપને ટાર્ગેટ કરવામાં આવે છે અને તંત્ર મોટી રકમ ઉધરાવી રહ્યું છે. નોંધનીય છે કે, સરપંચે ટેલિફોનિક વાતમાં તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. નોંધનીય છે કે, એલડીઓ પંપ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડને લઈને સરપંચે રાજયના મુખ્ય પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાથે ફોન પર વાતચીત દ્વારા ફરિયાદ કરી હતી. જેનું રેકોર્ડિગ પણ અત્યારે વાયરલ થઈ રહ્યું છે.

Advertisement

પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયે આપી બાંહેધરી

ઉલ્લેકનીય છે કે, સરપંચે પોલીસ અધિકારીને કેશોદ પંથકમાં તમામ એલડીઓ પંપ બંધ કરાવવા જણાવતાં પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયે આપી બાંહેધરી હતી કે, અન્ય કોઈ વિગત હોય તો અમને જણાવો તો અમે તેમની સામે પણ કાર્યવાહી કરશું અને રેડ પાડીશું. નોંધનીય છે કે, રાજય પુરવઠા વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Surat: ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કામરેજમાં દરોડા, કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો: Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્નઆ પણ વાંચો:

આ પણ વાંચો: Porbandar: પરિવારની ચારધામ યાત્રા ચોરોને ફળી! દાગીના સહિત 40 હજારથી થઈ ચોરી

Advertisement
Tags :
Advertisement

.