Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વીજ ચોરી કરી તો સમજો ગયા! કોર્ટે આરોપીને ફટકારી જેલની આકરી સજા અને દંડ!

આરોપીએ દંડની રકમની ભરપાઈ ન કરતા ટોરેન્ટ પાવરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ahmedabad   વીજ ચોરી કરી તો સમજો ગયા  કોર્ટે આરોપીને ફટકારી જેલની આકરી સજા અને દંડ
  1. વીજ ચોરી બદલ આરોપીને 6 માસની જેલની સજા (Ahmedabad)
  2. વિશેષ કોર્ટે આરોપી હનીફાબીબી પઠાણને સંભળાવાઈ સજા
  3. કોર્ટે આરોપીને રૂ.25 હજારનો દંડ પણ ફટકાર્યો
  4. વર્ષ 2019 માં ટોરેન્ટ પાવરે વીજ ચોરી ઝડપી રૂ 2.66 લાખનો દંડ ફટકાર્યો હતો

અમદાવાદમાં (Ahmedabad) વીજ ચોરી કરનારાઓની ખેર નહી. સેશન્સ કોર્ટે વીજ ચોરી કરનાર આરોપીને 6 માસની જેલની સજા અને રૂ. 25 હજાર સુધીનો દંડ ફટકાર્યો છે. ટોરેન્ટ પાવરનાં (Torrent Power) ચેકિંગ દરમિયાન વીજ ચોરી ઝડપાઇ હતી. આ મામલે ટોરેન્ટ પાવરે રૂ. 2.66 લાખનો દંડ ફટકાર્યો હતો. જો કે, આરોપીએ દંડની રકમની ભરપાઈ ન કરતા ટોરેન્ટ પાવરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ પણ વાંચો - બનાસકાંઠાને લાંછન લગાડતી ઘટના, અંબાજી નજીક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ

ટોરેન્ટ પાવરે વીજ ચોરી ઝડપી રૂ. 2.66 લાખનો દંડ ફટકાર્યો હતો

અમદાવાદનાં (Ahmedabad) કેટલાક વિસ્તારોમાંથી વીજ ચોરીની ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે. આ મામલે ટોરેન્ટ પાવર (Torrent Power) દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ 2019 માં ટોરેન્ટ પાવરની ટીમે ચેકિંગ દરમિયાન વીજ ચોરી ઝડપી હતી અને વીજ ચોરી કરનાર આરોપી હનીફાબીબી પઠાણને રૂ. 2.66 લાખનો દંડ ફટકાર્યો હતો. જો કે આરોપી હનીફાબીબી પઠાણને દંડની રકમ ન ભરતા ટોરેન્ટ પાવરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં (Sabarmati Police Station) ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ પણ વાંચો - CR પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - કલમ 370 હટાવ્યા બાદ..!

આરોપીને 6 માસની જેલની સજા, રૂ. 25 હજારનો દંડ

આ મામલે કેસ ચાલી જતાં વિશેષ કોર્ટે (Sessions Court) આરોપી હનીફાબીબી પઠાણને વીજ ચોરી મામલે દોષી ઠેરવી 6 માસની જેલની સજા ફટકારી છે. સાથે રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. નોંધનીય છે કે, શહેરમાં વીજ ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે વીજ કંપની અને તંત્ર દ્વારા આવા વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Aravalli : પોલીસ હેડક્વાર્ટરમાં જ મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર

Tags :
Advertisement

.