Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Accident : ભરતપુરમાં UP રોડવેઝની બસ ટ્રક સાથે અથડાઈ, પાંચનાં મોત, અનેક ઘાયલ...

રાજસ્થાનના ભરતપુરમાં શુક્રવારે બપોરે એક ભયાનક અકસ્માત (Accident) થયો, જેમાં પાંચ લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે પર એક બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બસ અને ટ્રક બંને જયપુરથી આગ્રા જઈ...
accident   ભરતપુરમાં up રોડવેઝની બસ ટ્રક સાથે અથડાઈ  પાંચનાં મોત  અનેક ઘાયલ

રાજસ્થાનના ભરતપુરમાં શુક્રવારે બપોરે એક ભયાનક અકસ્માત (Accident) થયો, જેમાં પાંચ લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે પર એક બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બસ અને ટ્રક બંને જયપુરથી આગ્રા જઈ રહ્યા હતા. દરમિયાન બસે પાછળથી ટ્રકને ટક્કર મારી હતી.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત (Accident)માં બસ ડ્રાઈવરની ભૂલ હતી. અકસ્માત (Accident)માં ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર અન્ય 12 મુસાફરો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલુ છે. ઘાયલ અને મૃતકોમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ (UP)ના રહેવાસી છે. બસ આગ્રા જઈ રહી હતી, તેથી તેમાં મોટાભાગના મુસાફરો આગ્રાના હતા.

Advertisement

અજમેરમાં ટાયર ફેક્ટરીના વેરહાઉસમાં આગ...

અજમેરમાં શુક્રવારે જ એક ટાયર ફેક્ટરીમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં ટાયર ફેક્ટરીને ઘણું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફાયર વિભાગના અધિકારી ગૌરવ તંવરે જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી હતી કે શ્રીનગર ગામમાં એક ટાયર પ્લાન્ટમાં આગ લાગી છે. ત્રણ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી."

Advertisement

આ પણ વાંચો : Swati Maliwal Case : AAP એ મૌન તોડ્યું, આતિશીએ કહ્યું- આ બધું ભાજપનું કાવતરું…

આ પણ વાંચો : ED એ પહેલીવાર કોઈ પાર્ટીને બનાવી આરોપી, કેજરીવાલની મુશ્કેલીમાં પણ વધારો…

આ પણ વાંચો : Arvind Kejriwal ની મુશ્કેલીઓ વધી, Swati Maliwal ગેરવર્તણૂક કેસ મામલે દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી…

Tags :
Advertisement

.