જમ્મુ-શ્રીનગર હાઈવે પર અકસ્માત, બસ ખાડીમાં ખાબકી જતા 10 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં અમૃતસરથી કટરા જઈ રહેલી બસ (BUS) ઉંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જમ્મુ ડીસીએ આ માહિતી આપી છે. જો કે ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી.
અકસ્માતમાં 10 લોકોના મોત
અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 55 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત જમ્મુથી લગભગ 30 કિલોમીટર દૂર જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેના જજ્જર કોટલી વિસ્તારમાં થયો હતો. બસમાં વૈષ્ણો દેવીના મુસાફરો પણ હાજર હતા. આ અકસ્માત સવારે થયો હતો, ત્યારબાદ આસપાસના વિસ્તારના લોકો અને પોલીસકર્મીઓએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. જમ્મુના એસએસપી ચંદન કોહલીએ જણાવ્યું કે જમ્મુમાં બસ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને લગભગ 55 લોકો ઘાયલ થયા છે. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. SDRFની ટીમ પણ સ્થળ પર હાજર છે. બસમાં નિયત મર્યાદા કરતા વધુ મુસાફરો હતા. આ મામલે તપાસ કરવામાં આવશે.
કેટલા લોકો મૃત્યુ પામ્યા?
આ ઘટના પર જમ્મુના ડીસીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે પહેલા 10 લોકોના મોતની પુષ્ટિ કરી હતી પરંતુ બાદમાં મૃતકોની સંખ્યા અંગે નવી અપડેટ આપતા કહ્યું કે આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે, 4 ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અન્ય 12 ઘાયલોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.
CRPF અધિકારી અશોક ચૌધરીએ શું કહ્યું?
રેસ્ક્યુ ઓપરેશનમાં રોકાયેલા CRPF ઓફિસર અશોક ચૌધરીએ કહ્યું, 'સવારે અમને અકસ્માતની માહિતી મળતા જ અમારી ટીમ તરત જ અહીં પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.
ભૂતકાળમાં પણ થઇ ચુક્યા અકસ્માત
અહેવાલ છે કે, ગયા અઠવાડિયે દક્ષિણ કાશ્મીરના બારસુ અવંતીપોરા ખાતે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર એક બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કોલકાતાના રહેવાસી કુલ પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અન્ય અકસ્માતમાં, અવંતીપોરા વિસ્તારમાં એક ઝડપી ટ્રકે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કુલ ત્રણ સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવું કહેવાય છે કે, આ ઘટના સીઆરપીએફ ચોકી પર લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક ટ્રક બંકર પાસે ઉભેલા સીઆરપીએફના વાહન સાથે ટકરાઈ હતી.
આ પણ વાંચો - નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને રાહુલ ગાંધીએ ચાબખા વરસાવ્યા, ટ્વીટ કરી કહી આ વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ