ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bullet Train Accident : અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન સર્જાઈ દુર્ઘટના, મોટી જાનહાનિ ટળી

અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમ્યાન ક્રેન તૂટી પડી હતી. કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના સર્જાવા પામી નથી.
11:59 PM Mar 23, 2025 IST | Vishal Khamar
featuredImage featuredImage
AHMEDABAD BULLET TRAIN PROJECT GUJARAT FIRST

અમદાવાદનાં વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમ્યાન દુર્ઘટના સર્જાવા પામી હતી. વટવા પાસે ચાલી રહેલી કામગીરી દરમ્યાન ઘટના બનવા પામી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિશાળ ક્રેન તૂટી પડી હતી. કોઈ જાનહાનિની સર્જાવા પામી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. દુર્ઘટનાનાં સમાચાર મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

૨૩/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે લગભગ ૧૧ વાગ્યે, વટવા (અમદાવાદ નજીક) ખાતે વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી કોંક્રિટ ગર્ડર્સનું લોન્ચિંગ પૂર્ણ કરીને પરત ફરી રહી હતી. ભૂલથી લોન્ચિંગ ગેન્ટ્રી તેની જગ્યાએથી લપસી ગઈ. આના કારણે નજીકની રેલ્વે લાઇનને અસર થઈ છે. NHSRCL ના વરિષ્ઠ અધિકારીઓ પોલીસ અને ફાયર સર્વિસના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. નિર્માણાધીન માળખાને કોઈ નુકસાન થયું નથી. વધુ માહિતી પછીથી આપવામાં આવશે.

બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અસારવા બ્રિજ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે બંધ રહેશે. તેમજ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ તરફ જઈ શકશે. ગિરધર નગર સર્કલ પર થઈ અસારવા ક્રોસિંગથી જમણી બાજુ વળી શકશે. તો સરસપુર, ગોમતીનગર અને બાપુનગર તરફથી આવતા લોકો અસારવા બ્રિજની નીચે થઈ સિવિલ હોસ્પિટલ અથવા ગિરધર નગર સર્કલ તરફ જઈ શકશે.

આ પણ વાંચોઃ Ahmedabad : સાણંદમાં શહીદ દિન નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો, શહીદોના પરિવારોનું કરાયું ભવ્ય સન્માન

Tags :
Ahmedabad NewsAhmedabad PoliceBullet Train AccidentBullet Train OperationCrane CollapsedGujarat FirstGUJARAT FIRST NEWS