Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : માતાજીનાં મઢેથી દર્શન કરી પરત ફરતા પરિવાર માટે ટ્રેલર બન્યું કાળ! એક સાથે 3 નાં મોત

કચ્છમાં ગોઝારો અકસ્માત, 3 નાં મોત, 15 ઇજાગ્રસ્ત થયાં માતાજીનાં દર્શન કરી પરત ફરી રહેલા માઈભક્તોને નળ્યો અકસ્માત ભચાઉના કટારિયા ગામ નજીકની ઘટના, ટ્રેલરે ટ્રેક્ટરને ટક્કર મારી ટ્રેકટરમાં બેઠેલા કોળી પરિવારના 3 નાં મોત, 15 લોકો ઇજાગ્રસ્ત કચ્છમાં (Kutch)...
kutch   માતાજીનાં મઢેથી દર્શન કરી પરત ફરતા પરિવાર માટે ટ્રેલર બન્યું કાળ  એક સાથે 3 નાં મોત
Advertisement
  1. કચ્છમાં ગોઝારો અકસ્માત, 3 નાં મોત, 15 ઇજાગ્રસ્ત થયાં
  2. માતાજીનાં દર્શન કરી પરત ફરી રહેલા માઈભક્તોને નળ્યો અકસ્માત
  3. ભચાઉના કટારિયા ગામ નજીકની ઘટના, ટ્રેલરે ટ્રેક્ટરને ટક્કર મારી
  4. ટ્રેકટરમાં બેઠેલા કોળી પરિવારના 3 નાં મોત, 15 લોકો ઇજાગ્રસ્ત

કચ્છમાં (Kutch) ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હળવદનાં (Halwad) ખાખરેચી ગામનો પરિવાર માતાનાં મઢે દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત નળ્યો હતો.

આ પણ વાંચો - Pavagadh : નવરાત્રિમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર

Advertisement

Advertisement

કોળી પરિવાર ટેક્ટર લઈને માતાજીનાં મઢે દર્શન કરવા ગયો હતો

પ્રાથમિક માહિતી મુજબ, કચ્છ જિલ્લાનાં (Kutch) હળવદ તાલુકામાં આવેલા ખાખરેચી ગામમાં રહેતો કોળી પરિવાર ટ્રેક્ટર લઈને આશાપુરા માતાજીનાં મઢે દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે ભચાઉ (Bhachau) તાલુકાનાં કટારિયા ગામ નજીક એક ટ્રેલરે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આથી, ટ્રેક્ટરમાં સવાર કોળી પરિવારનાં સભ્યો પૈકી 3 નાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો - Surat : વૈશ્વિક તણાવ વચ્ચે હીરા ઉદ્યોગમાં મંદી! બેરોજગાર અને આત્મહત્યા કરનારાઓનાં આંકડા ચોંકાવનારા!

3 નાં મોત, 15 લોકો ઇજાગ્રસ્ત થયાં

જ્યારે 15 જેટલા લોકોને ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક સાથે 3 સભ્યોનાં મોતથી કોળી પરિવાર સહિત સમગ્ર ગામમાં ભારે ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Gandhi Jayanti : રાજ્યભરમાં પૂરજોશ સાથે 'સ્વચ્છતા અભિયાન', CM, ગૃહ રાજ્યમંત્રી સહિત મંત્રીઓ જોડાયા, જુઓ Video

Tags :
Advertisement

Trending News

.

×