હળવદ GIDCમાં મીઠાના કારખાનાની દીવાલ ધસી પડતાં 12ના મોત
હળવદમાં આવેલી જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતાં 12 શ્રમીકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાના પગલે જીલ્લા પોલીસ વડા અને કલેકટર સહિત પ્રશાસન સ્થળ પર ધસી ગયું હતું અને બચાવની કામગિરી શરુ કરી હતી. બુધવારે બપોરે હળવદમાં આ કરુણાંતિકા સર્જાઇ હતી. હળવદ જીઆઇડીસીમાં આવેલા મીઠાના કારખાનામાં બપોરે 12 વાગ્યાના અરસામાં શ્રમીકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધà
Advertisement
હળવદમાં આવેલી જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતાં 12 શ્રમીકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાના પગલે જીલ્લા પોલીસ વડા અને કલેકટર સહિત પ્રશાસન સ્થળ પર ધસી ગયું હતું અને બચાવની કામગિરી શરુ કરી હતી.
બુધવારે બપોરે હળવદમાં આ કરુણાંતિકા સર્જાઇ હતી. હળવદ જીઆઇડીસીમાં આવેલા મીઠાના કારખાનામાં બપોરે 12 વાગ્યાના અરસામાં શ્રમીકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધસી પડતાં ઓછોમાં ઓછા 30 શ્રમીકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરી દેવાયુ હતું. બનાવમાં 12 શ્રમીકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા સહિતનો પ્રશાસનનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને દટાયેલા શ્રમીકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરાયું હતું. ઘટનાના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી.
બનાવના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ પ્રગટ કર્યું હતું. વડાપ્રધાને મૃતકના વારસદારને 2 લાખ સહાયની જાહેરાત કરી હતી.
બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો અને બેઠકો રદ કર્યા હતા અને હળવદ જવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીએ પણ મૃતકોના વારસદારને 4 લાખ સહાયની જાહેરાત કરી હતી.