Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ACB Trap : લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

ACB Trap : ગુજરાત એસીબીના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી છે. અદાલતમાં ચાલી રહેલા છેતરપિંડીના કેસમાં નિર્ણય તરફેણમાં અપાવવાના બદલામાં 4 લાખની લાંચ લેતા ભરૂચના એક ખાનગી વકીલને Gujarat ACBએ પકડ્યા હતા....
acb trap   લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

ACB Trap : ગુજરાત એસીબીના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી છે. અદાલતમાં ચાલી રહેલા છેતરપિંડીના કેસમાં નિર્ણય તરફેણમાં અપાવવાના બદલામાં 4 લાખની લાંચ લેતા ભરૂચના એક ખાનગી વકીલને Gujarat ACBએ પકડ્યા હતા. એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) એ નોંધેલા કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે જજને ફરજ મોકૂફી હેઠળ ઉતારી દીધા છે. સસ્પેન્ડ થયેલા જજ (Judge Suspended) કોણ છે. વાંચો આ અહેવાલ...

Advertisement

ACB Trap માં ખાનગી એડવોકેટ પકડાયા

ભરૂચ પોલીસે (Bharuch Police) વર્ષ 2022માં એક વ્યક્તિ સામે તેમના મહિલા સંબંધીએ આપેલી ફરિયાદના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. છેતરપિંડીના કેસમાં આરોપી બનેલા વ્યક્તિ સામે ચાર્જશીટ થઈ જતાં ભરૂચ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ (Additional Chief Judicial Magistrate) માં કેસ ચાલતો હતો. આ કેસમાં ફાઈનલ દલીલો બાકી હતી. દરમિયાનમાં છેતરપિંડી કેસના આરોપીને તેમના વકીલ સલીમ ઈબ્રાહીમભાઇ મનસુરી (Advoacate Salim Mansuri) એ કોર્ટનો નિર્ણય તમારા વિરૂદ્ધ આવી શકે છે તેવો ડર બતાવ્યો હતો. ત્યારબાદ કેસનો નિર્ણય તરફેણમાં લાવી અપાવવા પેટે જજના નામે 5 લાખ રૂપિયા લાંચ માગી હતી. 5 લાખ પૈકી 4 લાખ રૂપિયા ગત 23 ઑગસ્ટના રોજ આપવાના નક્કી થયા હતા. છેતરપિંડી કેસ (Cheating Case) ના આરોપી લાંચ આપવા માટે તૈયાર નહીં હોવાથી તેમણે એસીબીના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. ભરૂચ જુની મામલતદાર કચેરીની સામે ગોઠવેલી ACB Trap માં 58 વર્ષીય સલીમ મનસુરીને એસીબી પીઆઈ એસ. એન. બારોટ (S N Barot PI) અને તેમની ટીમે રંગેહાથ પકડ્યા હતા.

Advertisement

જજના નામે વકીલે માગી હતી લાંચ

ભરૂચ જિલ્લા કોર્ટ (District Court Bharuch) માં ફરજ બજાવતા જજ એમ. બી. ઘાસુરા (M B Ghasura Judicial Officer) ના નામે વકીલે લાંચ માગી હતી. એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પણ તેનો ઉલ્લેખ કરાયો હતો. એડવોકેટ સલીમ મનસુરી પકડાતા મામલો ટૉક ઑફ ધ ટાઉન (Talk of the Town) બન્યો હતો અને કેસ સાથે સંકળાયેલા જજ ઘાસુરા પણ ચર્ચામાં આવ્યા હતા. હાર્ટ પેશન્ટ (Heart Patient) સલીમ મનસુરી લાંચ લેતા પકડ્યા તે સમયે ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતા તેમને ભરૂચની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. સલીમ મનસુરીનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતા તેમને સ્થાનિક ડૉકટરે વડોદરા સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Vadodara) માં ખસેડવા સૂચન કર્યું હતું. વકીલ સલીમ મનસુરીની તબિયત બીજા દિવસે સ્થિર હોવાની જાણકારી મળતા એસીબી ભરૂચે (ACB Bharuch) વિધિવત ધરપકડ કરી તપાસ આરંભી હતી.

હાઇકોર્ટે જજ ઘાસુરાને સસ્પેન્ડ કર્યા

ખાનગી વકીલ ACB Trap માં સપડાયા બાદ જજ એમ. બી. ઘાસુરા (મૂળ વતન બનાસકાંઠા જિલ્લો) ના નામે લાંચ માગવાની હકિકત ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ આવી હતી. જેને લઈને હાઇકોર્ટે તકેદારીના ભાગરૂપે એમ. બી. ઘાસુરાને સસ્પેન્ડ કરી વેરાવળ હેડ કવાર્ટર બદલી સસ્પેન્ડ કર્યા છે.

Advertisement

Tags :
Advertisement

.