Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Abu Dhabi Crown Prince પ્રથમ વખત ભારતની મુલાકાતે, દિલ્હીમાં થયું સ્વાગત

Abu Dhabi ના ક્રાઉન પ્રિન્સ ભારતની પ્રથમ મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE ની મુલાકાત લીધી હતી India અને UAE વચ્ચેના એમઓયુને આવકાર્યા છે Abu Dhabi Crown Prince : Abu Dhabi ના ક્રાઉન પ્રિન્સ Sheikh Khaled bin Mohamed bin Zayed...
abu dhabi crown prince પ્રથમ વખત ભારતની મુલાકાતે  દિલ્હીમાં થયું સ્વાગત
  • Abu Dhabi ના ક્રાઉન પ્રિન્સ ભારતની પ્રથમ મુલાકાતે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE ની મુલાકાત લીધી હતી

  • India અને UAE વચ્ચેના એમઓયુને આવકાર્યા છે

Abu Dhabi Crown Prince : Abu Dhabi ના ક્રાઉન પ્રિન્સ Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારતની ત્રણ દિવસની મુલાકાતે કરશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું. Abu Dhabiના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ India મુલાકાત છે.

Advertisement

Abu Dhabi ના ક્રાઉન પ્રિન્સ ભારતની પ્રથમ મુલાકાતે

ક્રાઉન પ્રિન્સ સાથે UAE ના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ India આવ્યા છે. તેઓ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરશે. ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત લેવાના છે. 10 ઓગસ્ટના રોજ Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈની મુલાકાત લેશે, જેમાં બંને દેશોના બિઝનેસ લીડર્સ હાજરી આપશે.

આ પણ વાંચો: Emergency ફરી એકવાર ભારતમાં વર્ષ 1975 બાદ લાગશે

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE ની મુલાકાત લીધી હતી

જોકે તાજેતરના વર્ષોમાં India અને UAE વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના ઘણા ક્ષેત્રોમાં મજબૂત બની છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE ની મુલાકાત લીધી હતી.

Advertisement

India અને UAE વચ્ચેના એમઓયુને આવકાર્યા છે

ત્યારે વડાપ્રધાન મોદીએ UAE ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી અને 8 કરારોની આપ-લેના સાક્ષી બન્યા હતાં. PM મોદી અને ક્રાઉન પ્રિન્સ અલ નાહ્યાને ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) પર આંતર-સરકારી માળખાના નિર્માણ પર India અને UAE વચ્ચેના એમઓયુને આવકાર્યા છે. જે UAE અને ભારતને પ્રાદેશિક જોડાણને આગળ વધારવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Bajrang Punia ને મારી નાખવાની મળી ધમકી, કોંગ્રેસ છોડી દો નહીંતર...

Tags :
Advertisement

.