Abhishek Sharma ની બેટિંગથી દિગ્ગજો ગદગદ થયા! સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણે આપી પ્રતિક્રિયા
- Abhishek Sharma એ તોફાની બેટિંગથી દરેક ક્રિકેટ ફેનને ચકિત કર્યા
- સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ સહિતનાં દિગ્ગજોએ કરી પ્રશંસા
- ગુરૂ યુવરાજ સિંહે પોસ્ટ કરી કહ્યું - મને તારા પર ગર્વ છે
ભારતીય ક્રિકેટ ટીમનાં યુવા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ (Abhishek Sharma) ઈંગ્લેન્ડ સામે પોતાની તોફાની બેટિંગથી દરેક ક્રિકેટ ફેનને ચકિત કરી દીધા છે. દિગ્ગજ ક્રિકેટરોએ પણ અભિષેક શર્માની બેટિંગને બિરદાવી છે. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ સહિતનાં દિગ્ગજ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે.
⚡️💨 💯 Abhishek Sharma!pic.twitter.com/Kg2L2kdXW2
— Sachin Tendulkar (@sachin_rt) February 2, 2025
અભિષેક શર્માએ માત્ર 54 બોલમાં 135 રનની શક્તિશાળી ઇનિંગ રમી
ઇંગ્લેન્ડ સામેની છેલ્લી T20 મેચમાં (IND vs ENG) ટીમ ઈન્ડિયાનાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ માત્ર 54 બોલમાં 135 રનની શક્તિશાળી ઇનિંગ રમી હતી. દરમિયાન, તેણે માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં અભિષેક શર્માએ 13 છગ્ગા અને 7 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. અભિષેક શર્માની આ ઇનિંગ જોઈને ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી પ્રતિક્રિયા આપી હતી. સચિન તેંડુલકરે અભિષેક શર્માનો સદી ફટકાર્યા બાદ જશ્નનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
Bebaak player, Bebaak shatak! Abhishek sharma 👏 💯 pic.twitter.com/5XfQvwFznJ
— Irfan Pathan (@IrfanPathan) February 2, 2025
આ પણ વાંચો - India vs England 5th T20: ઇંગ્લેન્ડ સામે ભારતનો 150 રનથી વિજય, ટીમ ઈન્ડિયાએ 4-1 થી સિરીઝ જીતી
ઈરફાન પઠાણ અને યુવરાજ સિંહે કર્યા વખાણ
જ્યારે ટીમ ઇન્ડિયાનાં પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે (Irfan Pathan) અભિષેક શર્માની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, બેબાક પ્લેયર, બેબાક શતક! જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને (Yuvraj Singh) અભિષેક શર્મા પોતાનો માર્ગદર્શક ગણે છે. અભિષેક શર્માની બેટિંગ જોઈ યુવરાજ સિંહ પણ ખૂબ જ ખુશ થયો છે. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, 'શાબાશ અભિષેક શર્મા, હું તમારી પાસેથી આ જ જોવા માંગતો હતો. મને તારા પર ગર્વ છે.' નોંધનીય છે કે, આ પહેલા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર ઘણી વખત અભિષેક શર્માની (Abhishek Sharma) બેટિંગમાં રહેલી ખામીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી, પરંતુ આ વખતે તેણે યુવા બેટ્સમેનની દિલથી પ્રશંસા કરી છે.
Well played @IamAbhiSharma4! That's where I want to see you! 🔥 Proud of you 👊🏻💯#IndVSEng
— Yuvraj Singh (@YUVSTRONG12) February 2, 2025
આ પણ વાંચો - IND vs ENG: અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ, 37 બોલમાં 10 સિક્સ મારી સદી ફટકારી
ભારતે મેચ 150 રનથી જીતી લીધી
જણાવી દઈએ કે, અભિષેક શર્માની આ મજબૂત બેટિંગનાં કારણે ટીમ ઈન્ડિયાએ 5 મી મેચ 150 રનથી જીતી લીધી હતી. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 247 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે પણ મજબૂત શરૂઆત કરી, પરંતુ એક છેડેથી ભારતીય બોલરોએ અદ્ભુત પ્રદર્શન કર્યું અને નિયમિત અંતરાલે વિકેટ લેતા રહ્યા, જેના કારણે મહેમાન ટીમ 97 રનનાં સ્કોર સુધી મર્યાદિત રહી. ઇંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટે 23 બોલમાં 55 રન બનાવીને સૌથી વધુ સ્કોર બનાવ્યો. આ સિવાય ઇંગ્લેન્ડ માટે બીજો કોઈ બેટ્સમેન પોતાનો જાદુ બતાવી શક્યો નહીં. બોલિંગમાં, ભારત માટે ફરી એકવાર મોહમ્મદ શમીએ (Mohammed Shami) શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ ઝડપી, જ્યારે અભિષેક શર્માએ પણ 2 વિકેટ લીધી હતી. શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ પણ 2-2 વિકેટ લીધી ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈએ 1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો - ind vs sa Final: બીજીવાર U19 Women T20 વર્લ્ડ કપમાં બની ચેમ્પિયન