Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gopal Italia એ માહિતીના અભાવે ગુજરાત પોલીસ વિભાગને બદનામ કરવાની કરી કોશિશ

તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઈ, તે યાદીમાં તેમનું નામ છે રાજીનામું આપે તેનું નામ, યાદી રીવાઇઝ થાય પછી રહે જ છે Gopal Italia And Gujarat Police : અમદાવાદ...
gopal italia એ માહિતીના અભાવે ગુજરાત પોલીસ વિભાગને બદનામ કરવાની કરી કોશિશ
  • તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી

  • 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઈ, તે યાદીમાં તેમનું નામ છે

  • રાજીનામું આપે તેનું નામ, યાદી રીવાઇઝ થાય પછી રહે જ છે

Gopal Italia And Gujarat Police : અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશનની એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાનું નામ પણ સામેલ હતું. જેને લઇને ગોપાલ ઇટાલીયા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આ સમાચાર સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થતાં અમદાવાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવ્યું છે કે, ગોપાલ ઇટાલીયાને રાજીનામું આપ્યા પછી પણ પ્રમોશન અપાયું હોવાની વાત ખોટી અને તથ્યહિન છે.

Advertisement

રાજીનામું આપે તેનું નામ, યાદી રીવાઇઝ થાય પછી રહે જ છે

ગોપાલ ઇટાલીયાએ જે સીનીયોરીટી યાદી વાયરલ કરી છે. તે અંગે જણાવવાનું કે, જ્યારે એક વખત સીનીયોરીટી યાદી બને છે. તે કાયમ રહે છે, ફકત સામેની કોલમમા તેને બઢતી મળી છે. તેનું અવસાન થયું કે રાજીનામું આપ્યું તે જ્યારે યાદી રીવાઇઝ કરીએ ત્યારે લખવાનું હોય છે. પીએસઆઇની યાદીમાં જોઇએ તો હાલ જે બઢતીથી ડીવાયએસપી થાય કે રાજીનામું આપે તેનું નામ પણ યાદી રીવાઇઝ થાય પછી રહે જ છે, ફકત સામેની કોલમમા નોંધ લેવામાં આવે છે. આમ, પોલીસ કોન્ટેબલ ની પ્રવરતા યાદીમાં ગોપાલ ઇટાલીયાનું નામ હોવું તે પ્રક્રીયાનો ભાગ છે, બઢતી માટે યાદી મોકલીને વીજીલન્સ કલીયર, સીઆર અને સેવા વિષયક માહિતી માગીએ છીએ તે મુજબ માગી છે. યાદી રીવાઇઝ થયેલ ન હોવાથી સામેની કોલમમાં નોધ લીધી નથી. જે કેડરમાંથી કોઇ પણ વ્યકિત પસાર થાય તો તેનું નામ રહે જ છે, સામેની રીમાર્ક્સમાં નોંધ લખવામા આવે છે.

Advertisement

તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી

અમુક સોશયલ મીડીયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015 માં પોલીસની નોકરીમાંથી રાજીનામું આપ્યા હોવા છતાં, તેઓને 2024 માં હે.કો. પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે.

આ પણ વાંચો: ICG નું હેલિકોપ્ટર પોરબંદરથી 45 કિમી દૂર થયું ક્રેશ, 2 જવાનો શહીદ

Advertisement

2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઈ, તે યાદીમાં તેમનું નામ છે

અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015 માં નોકરીમાંથી રાજીનામું આપેલ હોવા છતાં તેઓને સને 2024 માં હે.કો. તરીકે બઢતી આપેલ છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવી છે. અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપી છે. જેથી આ બઢતી આપવા માટે કુલ 887 નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો. બઢતી આપવા માટે આ 887 કર્મચારીઓ વિરૂધ્ધમાં કોઈ ખાતાકીય તપાસ/ ફોજદારી/ એસીબી કેસ ચાલુ છે કે કેમ? તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તા.2/8/2024 ના રોજની યાદીથી જણાવવામાં આવેલ. આ નામોમાં તા.11/01/2012 સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઇ અને ગોપાલ ઇટાલીયા સને 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઇ, તે યાદીમાં તેમનું નામ છે.

આ પણ વાંચો: Gujarat High Court એ જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો

Tags :
Advertisement

.