Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi CM : આતિશીએ મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના સીએમ પદનો ચાર્જ સંભાળી લીધો તેમણે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે Delhi CM : આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના સીએમ (Delhi CM) પદનો ચાર્જ...
delhi cm   આતિશીએ મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો
  • આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના સીએમ પદનો ચાર્જ સંભાળી લીધો
  • તેમણે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો
  • આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે

Delhi CM : આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના સીએમ (Delhi CM) પદનો ચાર્જ સંભાળી લીધો છે. તેમણે અનોખી રીતે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો હતો. આતિશી સીએમની ખુરશી પર બેઠા નથી. તે બીજી ખુરશી પર બેઠા છે.

Advertisement

ચાર્જ સંભાળતા આતિશીએ શું કહ્યું?

મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આજે મારા મનમાં પણ ભરતજીના જેવું જ દુઃખ છે. ભરતજીએ જે રીતે ભગવાન શ્રી રામની પાદુકા ગાદી પર મુકીને કામ કર્યું, તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ.

આ પણ વાંચો----Delhi ની કમાન Atishi ના હાથમાં, CM પદના લીધા શપથ

Advertisement

આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે

આતિશીએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી ભાજપે અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી. 6 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.

Advertisement

સીએમ પદની જાહેરાત બાદ આતિશી ચર્ચામાં

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આતિશીએ દિલ્હીના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રાજ નિવાસમાં યોજાયો હતો. સીએમ આતિશીની સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ ગોપનીયતાના શપથ લીધા હતા.

આતિશીએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા

મુખ્યમંત્રી બન્યા બાદ આતિશીએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પણ અરવિંદ કેજરીવાલ સાથે ઉભા હતા. ત્યારબાદ આતિશીએ આગળ આવીને પૂર્વ સીએમ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો----Delhi : Arvind Kejriwal નું રાજીનામું પીઆર સ્ટંટ... BJP એ કર્યો પલટવાર

Tags :
Advertisement

.