Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Suicide : સરોવર પ્લેટિનિયમ બિલ્ડરની ઓફિસમાં યુવકની ઝેર પીને આત્મહત્યાની કોશિશ

Suicide : અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી યુવકે  સરોવર પ્લેટિનિયમ બિલ્ડરની ઓફિસમાં આત્મહત્યા (Suicide ) ની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ છે. આ યુવકે બિલ્ડરની ઓફિસમાં જ ઝેર પીધું હતું. બિલ્ડર અને તેના માણસોના ત્રાસથી યુવકે પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે....
suicide   સરોવર પ્લેટિનિયમ બિલ્ડરની ઓફિસમાં યુવકની ઝેર પીને આત્મહત્યાની કોશિશ

Suicide : અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી યુવકે  સરોવર પ્લેટિનિયમ બિલ્ડરની ઓફિસમાં આત્મહત્યા (Suicide ) ની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ છે. આ યુવકે બિલ્ડરની ઓફિસમાં જ ઝેર પીધું હતું. બિલ્ડર અને તેના માણસોના ત્રાસથી યુવકે પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. આ મામલે કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી છે .

Advertisement

સરોવર પ્લેટિનિયમ બિલ્ડરની ઓફિસમાં 2 દિવસ પૂર્વે યુવકે ઝેર પીધું

અમદાવાદમાં કાંકરીયા પાસે આવેલા સરોવર પ્લેટિનિયમ બિલ્ડરની ઓફિસમાં 2 દિવસ પૂર્વે યુવકે ઝેર પીધું હોવાનો સનસનીખેજ મામલો બહાર આવ્યો છે. આ યુવક દરજી કામનો વ્યવસાય કરે છે. તેણે બિલ્ડરની ઓફિસમાં 2 દિવસ પહેલા ઝેર પીધું હતું. બિલ્ડર અને તેના માણસોના ત્રાસથી યુવકે પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

બિલ્ડર અને તેના માણસોના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવું લખાણ લખ્યું

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જીગ્નેશ વાઘેલા નામના યુવકે બિલ્ડર અને તેના માણસોના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવું લખાણ લખી બિલ્ડરની ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Advertisement

કાગડાપીઠ પોલીસે ગુનો ના નોંધ્યો

આ બિલ્ડર દ્વારા દસ્તાવેજ કરી આપવામાં આવતો નથી અને અન્ય કોઈને મકાન વેચવા દેવામા આવતું નથી જેથી ત્રાસી ને યુવકે આત્મહત્યાની કોશિશ કરી હતી. કાગડાપીઠ પોલીસે જાણવા જોગ નોંધ લીધી હતી. જો કે કાગડાપીઠ પોલીસે ગુનો નહીં નોંધતા પોલીસ કમિશ્નરને પરિવારે રજૂઆત કરી હતી. મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા પોલીસ કમિશ્નર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો----- Rajkot : મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં માતા-પુત્રના મોત

આ પણ વાંચો---- VADODARA : વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારનો માળો વિખેરાયો

આ પણ વાંચો----- Una Car Accident : ગોઝારો અકસ્માત સર્જનારા સ્કોર્પિયો કારચાલકની ધરપકડ, વૃદ્ધનું થયું હતું મોત

આ પણ વાંચો----- Altaf Bassi : રીઢા ગુનેગાર અલ્તાફ બાસીના રિમાન્ડ નામંજૂર, કોર્ટમાં કહ્યું- પોલીસે 3 દિવસથી..!

Tags :
Advertisement

.