Food Blogger ને દુકાનદારે ભગાડી મુક્યો..જુઓ Video
- ફૂડ બ્લોગરને દુકાનદારે ભગાડી મુક્યો
- મને તમારા જેવા ફૂડ બ્લોગર્સ નથી જોઈતા
- સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Food Blogger : આજકાલ સોશિયલ મીડિયામાં ફૂડ બ્લોગર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તમને વિવિધ સ્થળોએ પ્રખ્યાત દુકાનોની આસપાસ ચોક્કસ ફૂડ બ્લોગર (Food Blogger) જોવા મળશે. એટલું જ નહીં, જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10 વીડિયો જોશો, તો તેમાંથી તમને ફૂડ બ્લોગિંગના 2-3 વીડિયો તો ચોક્કસ જોવા મળશે. જો કે ફૂડ બ્લોગરનો જે રીટે હવે રાફડો ફાટ્યો છે તેથી ફૂડ બ્લોગરની સ્થિતી ક્યારેક હાસ્યાસ્પદ પણ બની જાય છે. કેટલીકવાર આ ફૂડ બ્લોગર્સને જોઈને દુકાનદારો ગુસ્સે થઈ જાય છે અને તેને પોતાની દુકાનામંથી રવાના પણ કરી દે છે. આવું જ એક ફૂડ બ્લોગર સાથે થયું જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ફૂડ બ્લોગરને દુકાનદારે ભગાડી મુક્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ દુકાને જાય છે અને દુકાનદારને સ્પ્રિંગ રોલની પ્લેટની કિંમત પૂછે છે. દુકાનદાર કહે છે કે 60 રૂપિયા છે, ત્યારબાદ તે વ્યક્તિ તેને 60 રૂપિયા આપે છે અને સ્પ્રિંગ રોલની રાહ જુએ છે. થોડી વાર પછી દુકાનદાર તેને બોલાવે છે અને 60 રૂપિયા પરત કરી દે છે અને કહે છે, 'આગળ 4-5 દુકાનો એક રેંકડી ઉભી છે, ત્યાં જઈને ખાઇ લો.' જ્યારે ફૂડ બ્લોગરે કારણ પૂછ્યું તો દુકાનદાર કહે, 'મેં જોયું છે કે તમે કેમેરા લઈને આવ્યા છો. હું તમારી હરકતો જાણું છું.
આ પણ વાંચો----કરવા ચોથ પર Mia Khalifa માટે ઉપવાસ! Video Viral
મને તમારા જેવા ફૂડ બ્લોગર્સ નથી જોઈતા
દુકાનદારે ફૂડ બ્લોગરને કહ્યું કે હવે તે અહીંથી લઈ જશે અને કહેશે કે બહુ સારું છે અને ત્યાં જઈને કહેશે કે તેલ ટપકે છે, ચટણી આવી છે. 36 ખોડ કાઢશે. હું તમારા લોકોથી દૂર રહું છું. મારા પોતાના ગ્રાહકો સારા છે, મને તમારા જેવા ફૂડ બ્લોગર્સ નથી જોઈતા. આ પછી તે દુકાનમાં કામ કરતા વ્યક્તિને ફૂડ બ્લોગરને દૂર મોકલવા માટે કહે છે, જેના પછી ફૂડ બ્લોગર પોતે જાતે જતો રહે છે.
ગજ્જબ બેઇજ્જતી....
આ વીડિયો X પ્લેટફોર્મ પર @gharkekalesh હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું- દેશ ફૂડ બ્લોગર નામના કીડાથી પરેશાન છે. અન્ય યુઝરે લખ્યું- બેન્ડે વગાડી દીધી ભાઈએ સાચું કર્યું તો ત્રીજા યૂઝરે લખ્યું- તમે પરવાનગી વગર વીડિયો કેમ બનાવી રહ્યા છો. ચોથા યુઝર્સે લખ્યું – ફૂડ બ્લોગર્સ ગમે ત્યાં પ્રવેશ કરે છે. અન્ય યુઝરે લખ્યું- ગજ્જબ બેઇજ્જતી....
આ પણ વાંચો----Air hostess નો ચોંકાવનારો ખુલાસો! 1st અને ઈકોનોમી ક્લાસના મુસાફરો આવી ડિમાન્ડ કરે છે!