Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : દિવ્ય દરબારમાં બાબા અને ભક્ત વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ

Vadodara news : વડોદરા (Vadodara) માં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આદર્શ કૃષ્ણ શાસ્ત્રી ચિઠ્ઠી એટલે કે પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરે છે પણ...
vadodara   દિવ્ય દરબારમાં બાબા અને ભક્ત વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ

Vadodara news : વડોદરા (Vadodara) માં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આદર્શ કૃષ્ણ શાસ્ત્રી ચિઠ્ઠી એટલે કે પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરે છે પણ એક ભક્તે દિવ્ય દરબારમાં આવીને આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને ચેલેન્જ કરતાં મહારાજ તેના પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા. Vadodara માં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોથી લોકોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી કે તેને સમર્થન પણ આપતું નથી.

Advertisement

શ્રી સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારનું વડોદરામાં આયોજન

વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના શ્રી સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે એવા ઘણા બાબા છે જે ચિઠ્ઠી એટલે કે પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરે છે અને આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ પણ આ રીતે જ પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરે છે.

Advertisement

એક ભક્તે આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવા કહ્યું

પરચો કાઢી લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરતા મધ્યપ્રદેશના શ્રી સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં એક ભક્તે આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવાનો ચેલેન્જ ફેંકી હોબાળો કર્યો હતો. આ ભક્તે પોતાનું નામ અને તેમના પિતાનું નામ જણાવાનો આગ્રહ કર્યો હતો.

Advertisement

ભક્તે ચેલેન્જ આપી

જો કે ભક્તે ચેલેન્જ આપી હોવા છતાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ ભક્ત અને તેના પિતાનું નામ જ બતાવી ન શક્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં જોવા મળે છે કે મહારાજ જ્યારે નામ ના બતાવી શક્યા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

વીડિયોમાં શું જોવા મળે છે

મહારાજ પોતાની ગાડીમાંથી ઉતરીને આ ભક્તને જવાબ આપવા આવ્યા હતા. વીડિયોમાં તે રહી રહ્યા છે કે સહુની આસ્થા બાલાજી સાથે જોડાયેલી છે. તેથી હું જવાબ આપવા ગાડીમાંથી ઉતરીને આવ્યો છું. આમની કોઇ ભુલ નથી. જેને ડાઉટ હોય તે બોલી શકે છે. હું બીજાનો પરચો બનાવીને તમને આપું છું. પણ ભક્તે કહ્યું કે મારે કોઇ બીજાનું જાણવું નથી. મારે મારું જ જાણવું છે. મહારાજ કહેતા સાંભળતા જોવા મળે છે કે ઘણા ઉપદ્રવ ફેલાવા આવે છે. કોઇ પણ વ્યક્તિ પુછશે તો હું જવાબ આપીશ. આ રીતે ઘણા આવી જાય છે પણ શું અમે જીંદગી પર પ્રમાણ આપતાં ફરીશું. ઘણા નાસ્તીકોને અમે પ્રમાણ આપેલા છે. તેના વીડિયો પણ છે. જો કે ભક્ત આગ્રહ કરતો રહે છે કે મારું નામ તો જણાવો. મહારાજ કહેતા સાંભળવા મળે છે કે હું તને તો જવાબ નહી આપું, તારો પરચો નહીં બતાવું...બીજાનો પરચો હું બનાવીશ. પણ ભક્ત સતત આગ્રહ કરે છેકે મારી બે પેઢીના નામ જણાવો.

બાબા અને ભકત વચ્ચે થયેલી તડાફડીનો વીડિયો વાયરલ

બાબા અને ભકત વચ્ચે થયેલી તડાફડીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ થયો હતો. જો કે આ દિવ્ય દરબારમાં ભક્તોની ભારે પાંખી હાજરી જોવા મળી હતી. સુથારી કામ કરતાં ભક્ત અને આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ વચ્ચે 5 મિનીટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યક્રમનું આયોજન ભાજપના નેતા ડો હિતેન્દ્ર પટેલ, નિલેશકુમાર સોલંકી અને રવિકુમાર સોલંકીએ કર્યું હતું.

આ પણ વાંચો---SURAT NEWS : શું ખરેખર સુરતમાં હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે ? વાંચો અહેવાલ

ઇનપુટ---અલ્પેશ સુથાર, વડોદરા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.