Viral : મહિલા બોસે કર્મચારીઓને એવી ગીફ્ટ આપી કે સૌ દંગ રહી ગયા
- મહિલા બોસે તેમના કર્મચારીઓ આપી સરપ્રાઈઝ
- મહિલા બોસે તેમની તમામ મહિલા કર્મચારીઓને હીરાનો હાર ગીફ્ટ આપ્યો
- તમામ મહિલા કર્મચારીઓ ખુશીથી દોડી આવી અને બોસને ગળે લગાવી
Viral : દિવાળીના અવસર પર તમારા બોસ તમને કોઈ સરપ્રાઈઝ આપે તો નવાઈ લાગે છે અને તે વર્ષો સુધી યાદ રહે છે. આજકાલ આવા જ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral)થઈ રહ્યા છે. ક્યાંક ક્યાંક બોસ એક અઠવાડિયાની રજા આપી રહ્યા છે તો કેટલાક એવા છે જેઓ મોંઘી ગિફ્ટ આપીને કર્મચારીઓને ખુશ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા બોસે તેમના કર્મચારીઓને એવું સરપ્રાઈઝ આપ્યું કે તેને જોઈને બધા આશ્ચર્યમાં મુકાઇ ગયા . દિવાળી પર ખુશી ફેલાવવા માટે, એક મહિલા બોસે તેમની તમામ મહિલા કર્મચારીઓને એક લાઇનમાં ઉભા રહેવા કહ્યું અને તેમની આંખો બંધ કરતા જ તેમને એવી ભેટ આપી કે દરેક આશ્ચર્યમાં મુકાઇ ગયા
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોથી ઉત્તેજના
હા, ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે વાહ બોસ હોય તો આવા....મહિલા બોસે તેના તમામ કર્મચારીઓને દિવાળી સરપ્રાઈઝ આપવા માટે ઓફિસના ધાબા પર પાર્ટીનું આયોજન કર્યું હતું. અહીં તેમણે તમામ મહિલા કર્મચારીઓને સાથે ઊભા રહેવા અનુરોધ કર્યો હતો. જલદી બધી મહિલાઓ એક સાથે લાઇનમાં ઊભી રહી. દરેકને તેમના હાથ આગળ કરવા કહેવામાં આવ્યું. મહિલા બોસ કહે છે, "તમે લોકો, તમારી આંખો બંધ કરો, કોઈ છેતરશે નહીં." બધાએ હાથ લંબાવ્યા અને પછી આંખો બંધ કરી. પછી કર્મચારીઓએ પૂછ્યું હાથ કેમ આગળ? તેના પર બોસે કહ્યું કે તમે હાથ આગળ નહીં કરો તો હું સરપ્રાઈઝ કેવી રીતે આપીશ.
આ પણ વાંચો---મુકેશ અંબાણી તરફથી દિવાળીમાં કર્માચારીને મળેલી ભેટનો વીડિયો વાયરલ
લેડી બોસે મહિલા કર્મચારીઓને હીરાનો હાર ગીફ્ટ આપ્યો
આ સાંભળીને કર્મચારીઓના ચહેરા પર ખુશી જોવા મળી. આ પછી, લેડી બોસે તેના હાથમાં નેકલેસનો સેટ લીધો અને પછી તેને દરેકના હાથમાં મૂકવાનું શરૂ કર્યું. નેકલેસ બોક્સની લાઈટ પણ ચાલુ હતી. બધાના હાથ આગળ હતા અને બોસ એક પછી એક બધાના હાથમાં હારના બોક્સ મૂકી રહ્યા હતા. બધાએ આંખો ખોલી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોસે કહ્યું કે તે હીરાનો હાર છે અને તે દરેક માટે છે. આ સાંભળીને તમામ મહિલા કર્મચારીઓ ખુશીથી દોડી આવી અને બોસને ગળે લગાવી. આ વીડિયો @Gulzar_sahab દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો, જેને 4 લાખથી વધુ લોકોએ જોયો હતો.
આ પણ વાંચો----Google India ના QR કોડની રંગોળી થઈ વાયરલ,જુઓ Viral Video