Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh: છત્તીસગઢમાં થયો ભીષણ અકસ્માત, બે વાહનો અથડાતા 9 ના મોત અને 23 ઘાયલ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં બેમેતરા જિલ્લામાં ભીષણ અકસ્માત થયો છે. એક માલવાહક વાહન અને મિની ટ્રક વચ્ચે મોટો અકસ્માત થયો છે. આ કરૂણ અકસ્માતમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા. જ્યારે 23 લોકો ઘાયલ થયા છે....
chhattisgarh  છત્તીસગઢમાં થયો ભીષણ અકસ્માત  બે વાહનો અથડાતા 9 ના મોત અને 23 ઘાયલ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં બેમેતરા જિલ્લામાં ભીષણ અકસ્માત થયો છે. એક માલવાહક વાહન અને મિની ટ્રક વચ્ચે મોટો અકસ્માત થયો છે. આ કરૂણ અકસ્માતમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા. જ્યારે 23 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી. મળતી માહિતી મુજબ, આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા ગામમાં પેટ્રોલ પંપ પાસે થયો હતો. વિગતો એવી સામે આવી રહીં છે કે, એક માલસામાન વાહન રસ્તાની કિનારે ઉભેલી મિની ટ્રક સાથે અથડાતા આ દુ:ખદ અકસ્માત થયો હતો.

Advertisement

ત્રણ બાળકો સહિત નવ લોકોના મોત થયા

આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના રવિવારે મોડી રાત્રે કઠિયા ગામ પાસે આ અકસ્માત થયો હતો. મળતી વિગતો પ્રમાણે આ લોકો કોઈ પારિવારિક સમારોહમાંથી પાછા આવી રહ્યા હતા. આ અકસ્માતમાં સામેલ દરેક લોકો પથર્રા ગામના હતા. તિરૈયા ગામમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.

Advertisement

પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી

વધુમાં વાત કરવામાં આવે તો, માલ વાહન રોડના કિનારે માલસામાનનું વાહન રસ્તાની બાજુમાં ઉભેલી મીની ટ્રક સાથે અથડાયું હતું. મૃતકોની ઓળખ ભૂરી નિષાદ (50 વર્ષ), નીરા સાહુ (55 વર્ષ), ગીતા સાહુ (60 વર્ષ), અગાનિયા સાહુ (60 વર્ષ), ખુશ્બુ સાહુ (39 વર્ષ), મધુ સાહુ (5 વર્ષ), રિકેશ નિષાદ (6 વર્ષ) અને ટ્વિંકલ નિષાદ (6 વર્ષ) તરીકે થઈ છે. એકની ઓળખ થવાની બાકી છે.

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડાયા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનામાં ઘાયલ 23 લોકોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવે છે. બાદમાં ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાયપુર લઈ જવામાં આવ્યા હતા. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બેમેત્રામાં સારવાર આપવામાં આવી રહી છે. બેમેટારા કલેક્ટર રણવીર શર્માએ જણાવ્યું કે બેમેટારા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે અને 23 ઘાયલ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Weather Update: પંજાબ-હરિયાણામાં ભારે વરસાદ, બિહાર-ઝારખંડમાં ‘લૂ’ની સંભાવના; હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો: Central Health Ministry Rules: સરકારી હોસ્પિટલોને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા….
આ પણ વાંચો: Unnao Road Accident: UP માં બસ અને ટ્રક વચ્ચે હ્રદય કંપાવી આવે તેવો અકસ્માત સર્જાયો
Tags :
Advertisement

.