Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપ પર ગંભીર આરોપ, ચૈતર વસાવાના પત્નીએ કહ્યું - મારા પતિને BJP માં લઇ જવાના થઇ રહ્યા છે પ્રયત્નો

ચૂંટણી ટાણે યાદ આવે અને પછી ભૂલાઇ જાય તે આદિવાસી સમાજ હવે આક્રોષમાં હોય તેવું નજરે ચઢી રહ્યું છે. આજે પત્રકાર પરિષદ કરતા  આદિવાસી સમાજથી આવતા આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની સહિત આદિવાસી નેતાઓએ શાસર...
03:16 PM Nov 28, 2023 IST | Hardik Shah

ચૂંટણી ટાણે યાદ આવે અને પછી ભૂલાઇ જાય તે આદિવાસી સમાજ હવે આક્રોષમાં હોય તેવું નજરે ચઢી રહ્યું છે. આજે પત્રકાર પરિષદ કરતા  આદિવાસી સમાજથી આવતા આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની સહિત આદિવાસી નેતાઓએ શાસર પક્ષ ભાજપ પર અતિ ગંભીર આરોપ લગાવ્યા છે.

ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ન લડે તૈવા થઇ રહ્યા છે પ્રયત્નો : વર્ષા વસાવા

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર નીશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મારા પતિ ચૈતર વસાવા પર ભાજપ દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને સતત હેરાના કરવામાં આવી રહ્યા છે અને આવનારી લોકસભાની ચૂંટણી ન લડવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સતત પ્રયત્નો છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ન લડે. તેમણે આગળ કહ્યું કે, ચૈતર વસાવાને કિન્નાખોરી રાખીને હેરાન કરવામાં આવી રહ્યાં છે. આટલું જ નહી તેમણે આગળ તેમ પણ કહ્યું કે, ચૈતર વસાવાને આવનારી લોકસભા ચૂંટણી ન લડે તે માટે હેરાન કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાએ કોઈપણ પ્રકારનું ફાયરિંગ ના કર્યાનો પણ પત્ની વર્ષા વસાવાનો દાવો છે. વન વિભાગના અધિકારીને માર મારવાના કેસમાં પણ ચૈતર વસાવા આરોપી છે. ચૈતર વસાવા પર વન વિભાગના અધિકારીને માર મારવાનો આરોપ લાગ્યો છે, અને ફરિયાદ બાદ અત્યારે ચૈતર વસાવા પોલીસ પકડની બહાર છે. ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે, ચૈતર વસાવા વિરૂદ્ધની ફરિયાદ ખોટી છે. વનવિભાગે ફરિયાદ ઉપજાવી કાઢી છે, ચૈતર વસાવા વનકર્મી-ખેડૂતો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પોલીસકર્મીઓ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસ્યા હતા. પોલીસ અધિકારીઓએ આખી રાત હેરાન કર્યા હતા. શકુંતલાબેનને આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. FIRમાં ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી છે.

ચૈતર વસાવા પર ફાયરિંગનો છે આરોપ

જણાવી દઇએ કે, ગુજરાતના ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ચૈતર વસાવા સામે એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલાં તેમની સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા છે. તેમનાં પત્ની સહિત ચૈતર વસાવાસના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી, વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાંડમાં મોકલી આપવામાં આવ્યા હતા. ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદને આમ આદમી પાર્ટીએ રાજકીય ષડ્યંત્ર ગણાવ્યું છે. જ્યારે સત્તાપક્ષે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતું મોત, હજુ કેટલા લોકો બનશે ભોગ ?

આ પણ વાંચો - Ahmedabad : કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો, વહેલી સવારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ElectionGujaratGujarat FirstGujarat NewsTribalTribal Society
Next Article