Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Breaking : હમાસના ચીફને આ રીતે ઉડાડી દેવાયો...

હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાના મૃત્યુને લઈને એક મહત્વના સમાચાર હત્યા માટે રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો બોમ્બ બે મહિના પહેલા પ્લાન્ટ કરવામાં આવ્યો બોમ્બ દાણચોરી કરી લવાયો હતો Breaking News : હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાના મૃત્યુને...
breaking   હમાસના ચીફને આ રીતે ઉડાડી દેવાયો
  • હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાના મૃત્યુને લઈને એક મહત્વના સમાચાર
  • હત્યા માટે રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો
  • બોમ્બ બે મહિના પહેલા પ્લાન્ટ કરવામાં આવ્યો
  • બોમ્બ દાણચોરી કરી લવાયો હતો

Breaking News : હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાના મૃત્યુને લઈને એક મહત્વના સમાચાર (Breaking News) સામે આવ્યો છે, જેમાં હાનિયાની હત્યા કેવી રીતે કરવામાં આવી તે જણાવવામાં આવ્યું છે. હમાસના વડા ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ઈરાનની રાજધાની તેહરાન ગયા હતા. હાનિયાની હત્યા એ ગેસ્ટ હાઉસમાં કરવામાં આવી હતી જ્યાં ઈરાની આર્મી આઈઆરજીસી રોકાઈ હતી. હવે નવા સમાચાર આવી રહ્યા છે કે જે બોમ્બથી હાનિયાની હત્યા કરવામાં આવી હતી તે બોમ્બની દાણચોરી કરીને તેહરાનમાં બે મહિના પહેલા પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

Advertisement

ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ બે મહિના પહેલા દાણચોરી કરીને તેહરાનના એ જ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યો હતો જ્યાં ઈસ્માઈલ હાનિયા રહેતો હતો. ઈરાની આર્મી આઈઆરજીસી અને ઘણા અધિકારીઓને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આ માહિતી શેર કરવામાં આવી છે. આ નવો ખુલાસો પ્રારંભિક દાવાઓથી સંપૂર્ણપણે અલગ છે જેમાં ઇસ્માઇલ હાનિયા મિસાઇલ હુમલા દ્વારા માર્યો ગયો હતો.

આ પણ વાંચો---WAR : ઇઝરાયેલ-ઇરાન વચ્ચે જંગના એંધાણ, ભારતથી ફ્લાઇટ્સ રદ કરાઇ

Advertisement

હાનિયાનું ગેસ્ટ હાઉસ ઈરાની સેનાના નિયંત્રણમાં હતું

અહેવાલમાં કેટલાક ઈરાની અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેહરાનમાં ઈસ્માઈલની હત્યા ઈરાની સેના માટે ખૂબ જ શરમજનક બાબત છે. કારણ કે ઈસ્માઈલ હાનિયા અને ઘણા નેતાઓ જ્યાં રોકાયા હતા તે ગેસ્ટ હાઉસ IRGC દ્વારા ચલાવવામાં આવે છે. હાનિયા તેહરામાં નેશાહત નામના IRGC કમ્પાઉન્ડમાં રહેતો હતો. આ કમ્પાઉન્ડનો ઉપયોગ સિક્રેટ મીટિંગ્સ અને હાઈ પ્રોફાઈલ ગેસ્ટ માટે થતો હતો.

Advertisement

ફૂલપ્રૂફ પ્લાનિંગ હેઠળ હત્યા કરવામાં આવી

આઈઆરજીસીના અધિકારીઓએ જણાવ્યું કે ઈસ્માઈલ હાનિયાનું મોત એક બોમ્બ વિસ્ફોટમાં થયું છે, આ બોમ્બ રિમોટ કંટ્રોલ હતો. બોમ્બ વિસ્ફોટ થતાં જ ગેસ્ટ હાઉસની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી અને બારીઓના કાચ તૂટી ગયા હતા. હાલમાં આ બોમ્બ બ્લાસ્ટથી હાનિયાની બાજુના રૂમમાં વધુ નુકસાન થયું નથી. પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનો નેતા ઝિયાદ નખલેહ બાજુના રૂમમાં રોકાયો હતો. આ બ્લાસ્ટથી એ વાતની પુષ્ટિ થઈ છે કે હાનિયાની હત્યા ફૂલપ્રૂફ પ્લાનિંગ મુજબ કરવામાં આવી હતી.

રાત્રે જ સુપ્રીમ લીડરને માહિતી આપવામાં આવી

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ બોમ્બ વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 2 વાગ્યે થયો હતો. ઘટનાની જાણ થતાં જ મેડિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાનિયા અને તેના ગાર્ડને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. માહિતી મળતાં જ હમાસના એક વરિષ્ઠ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં તેમણે હાનિયાનો મૃતદેહ જોયો. આ ઘટના બાદ કુદ્સ ફોર્સના કમાન્ડર ઈસ્માઈલ ગનીએ ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનાઈને હાનિયાના મૃત્યુની જાણકારી આપી હતી.

આ પણ વાંચો----ખુદ Iran પણ કન્ફ્યુઝ...હાનિયાને સૌથી સુરક્ષિત વિસ્તારમાં માર્યો કેવી રીતે...?

Tags :
Advertisement

.