ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Himmatnagar માં હડકાયા શ્વાનના આતંકથી 35 વ્યક્તિને ઇજા

Himmatnagar : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar) શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હડકાયા શ્વાનના આતંકથી લોકો હિંમતનગરના સહકારી જીન રોડથી ગાંભોઇ તરફ જવાના રસ્તે જતાં ડર અનુભવી રહ્યા છે. હડકાયા શ્વાને અંદાજે 35 વ્યક્તિઓ પર હુમલો...
01:18 PM Jul 01, 2024 IST | Vipul Pandya
HIMMATNAGAR DOG

Himmatnagar : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar) શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હડકાયા શ્વાનના આતંકથી લોકો હિંમતનગરના સહકારી જીન રોડથી ગાંભોઇ તરફ જવાના રસ્તે જતાં ડર અનુભવી રહ્યા છે. હડકાયા શ્વાને અંદાજે 35 વ્યક્તિઓ પર હુમલો કર્યો છે અને તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સહકારી જીન રોડ પાસે હડકાયાએ શ્વાને આતંક મચાવ્યો

હિંમતનગર શહેરના સહકારી જીન રોડ પાસે હડકાયાએ શ્વાને આતંક મચાવ્યો છે. મળેલી માહિતી મુજબ હિંમતનગરના સહકારી જીન ચોકડીથી ગાંભોઈ સુધીના માર્ગ ઉપર આ હડકાયા શ્વાને લોકો ઉપર હુમલો કર્યો છે જેમાં બાળકનો પણ સમાવેશ થાય છે.

હડકાયા શ્વાને અંદાજે 35 કરતાં વધુ લોકોને ઇજા પહોંચાડી

હડકાયા શ્વાને અંદાજે 35 કરતાં વધુ લોકોને ઇજા પહોંચાડી છે જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
આટલી મોટી ઘટના બની હોવા છતાં તંત્ર મૌન રહ્યું છે અને હડકાયા શ્વાનથી લોકોને બચાવવા માટે કોઇ જ પગલાં લેવાયા નથી

હડકાયા શ્વાનથી આતંકથી આ રસ્તે જતાં પણ લોકો ડરી રહ્યા છે

હડકાયા શ્વાનના આતંકથી આ રસ્તે જતાં પણ લોકો ડરી રહ્યા છે.ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે આ રસ્તો ખતરારુપ સાબિત થયો છે. ચોમાસાની સિઝન છે અને હડકાયા કૂતરાએ આતંક મચાવતાં લોકોને ક્યા રસ્તે જવું તે મુંઝવણ છે. તત્કાલિક નગરપાલિકા તંત્ર હડકાયા શ્વાનને પકડી લે તેવી માગ લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો---- Bhavnagar : તંત્રની બેદરકારીનાં લીધે ઢોરવાડામાં કાદવ-કિચડનું સામ્રાજ્ય! અનેક પશુઓનાં મોત

આ પણ વાંચો---- VADODARA : મેયર-ચેરમેનના ફોટો વાળી કાર ભૂવામાં પાડી વિરોધ

આ પણ વાંચો---- VADODARA : વરસાદ ટાણે તળાવમાં ફીણ દેખાયુ, કેમિકલના નિકાલની આશંકા

આ પણ વાંચો---- K.K ને મળશે આ મહત્વની જવાબદારી….!

Tags :
fearFluttering in PeopleGujaratGujarat FirstHimmatnagarHimmatnagar MunicipalityRabid DogsSabarkantha districtterror
Next Article